આરોગ્ય અને પર્યાવરણ અંગે જનજાગૃતિ કેળવવા 5000 લોકોનો સર્વેક્ષણ.

0
58
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ડો. સચિન જે પીઠડીયા—માંગરોળના ડો પંકજ કુમાર એમ મુછડીયા- રાજકોટ
આરોગ્ય અને પર્યાવરણ અંગે જનજાગૃતિ કેળવવા માંગરોળના ડો. સચિન જે પીઠડીયા અને રાજકોટના ડો પંકજ કુમાર એમ મુછડીયા દ્વારા એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કેટલા રસપ્રદ તારણો જોવા મળ્યા. કુલ 5000 લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર દુનિયા અને ભારતમાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૯૭ ટકા લોકો પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનું પસંદ કરે છે. ૮૬ ટકા લોકો માતા-પિતાની મેરેજ એનિવર્સરીના દિવસે વૃક્ષો વાવવાનું પસંદ કરે છે. ૬૫ ટકા લોકો મહાપુરુષોના જન્મ દિવસે વૃક્ષો આવવાનું પસંદ કરે છે. ૯૨ ટકા લોકો મારું ગામ મારું શહેર હરિયાળુ એવો અભિગમ વિકસાવવા ઈચ્છે છે ત્યારે ૮૯ ટકા લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો અભિગમ સ્વીકારે છે ૯૨. ૪૨ ટકા લોકો એવું મંતવ્ય વ્યક્ત કરે છે કે ઓરિસ્સા પુરી ભગવાન જગન્નાથના રથ તૈયાર કરવામાં જ્યારે એક હજારો વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તેના બદલે એક હજારથી વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લઇ ઈશ્વર ભક્તિ કરવી અનિવાર્ય ગણે છે. ૯૧ ટકા લોકો ભાવિ પેઢીના સંરક્ષણ માટે આપણે વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનું જણાવે છે જેમાં પીપળો લીમડો વડ ગુલમોહર વૃક્ષો વગેરે વાવવાનું જણાવે છે. ૮૨.૪૫ ટકા લોકોનું માનવું છે કે માનવીય પ્રવૃત્તિઓના પરિણામે પર્યાવરણ બગડ્યું છે. ૯૪ ટકા લોકો જણાવે છે કે નદીઓમાં થતો પ્રદૂષણ અટકાવવુ એ આપણી નૈતિક ફરજ છે. મોટાભાગના લોકો સ્વાધ્યાય પરિવાર દ્વારા તૈયાર થતા વૃક્ષ મંદિરને આવકાર છે અને આવા વૃક્ષ મંદિરો વધુમાં વધુ વિકસવા જોઈએ તેવું મંતવ્ય વ્યક્ત કરે છે. ૭૯ ટકા લોકોના મતે વધુ પડતા શિક્ષિત લોકો હરવા-ફરવાના સ્થળે પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવે છે. ૮૪ ટકા લોકો જણાવે છે કે કોરોના મહામારી પર્યાવરણની સમતુલા જાળવવી ખૂબ જ જરૂરી છે ૮૨. ૪૩ ટકા લોકો પાણીનો વ્યય અટકાવવા જોઇએ જ્યારે ૯૩ ટકા લોકો રોજીંદા જીવનમાં પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાનું જણાવે છે. ૭૩.૭૪ ટકા લોકોનું મંતવ્ય છે એ સાયકલિંગ કરવાથી આપણું શહેર પ્રદૂષણ મુક્ત બને છે અને આપણું આરોગ્ય જળવાઈ રહે છે ૯૪ ટકા લોકો એનડીએમએ, જીએસડીએમએ અને એનડીઆરએફ જેવી સંસ્થાઓ કુદરતી આપત્તિ વખતે શ્રેષ્ઠ કામગીરી કરે છે તો તેનું સન્માન થવું જોઈએ તેવો મત વ્યક્ત કરે છે. ૯૨ ટકા લોકોએ જણાવ્યું કે જેટલું આપે ટેકનોલોજીને મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ પર્યાવરણને પણ આપવું જોઈએ. ૮૪ ટકા લોકોએ જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન આવકાર્ય છે ૮૬ ટકા લોકોનું માનવું છે કે પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાય તે માટે એનર્જી સોલાર પાવર પોલીસી આવકાર દાયક છે. ૫૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે જીવનમાં શુભ પ્રસંગે એક વૃક્ષ જરૂર આવીશું ૮૫ . ૮૬ ટકા લોકોના મંતવ્યો મુજબ ગૌચરની જમીન બચાવવી જોઈએ. આરોગ્ય અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે ૮૧ ટકા લોકો એક વર્ષમાં એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનું આવશ્યક ગણે છે. ૯૩ ટકા લોકોએ સ્વીકાર્યું કે પ્રવર્તમાન સમયમાં આવી રહેલ વાવાઝોડાં પૂર ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિઓ એ માનવીય પ્રવૃત્તિઓનું પરિણામ છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here