ક્રિસ્ટિના ઍડોલ્ફ્સ : કાતિલ સુંદરી

0
144
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ફ્રાન્સમાં તેણે યોજેલા પ્રથમ જ સમારોહમાં તેણે અર્ધો ડઝન પુરુષોને પોતાની પ્રેમજાળમાં આબાદ ફસાવ્યા : ખૂબીની વાત એ છે કે, બધા એમ જ માનવા લાગ્યા હતા કે ક્રિસ્ટિના તેને પ્રેમ કરે છે!

પોપ એલેક્ઝાન્ડરે તેને ધર્મ મુજબ રહેવા અને સંયમપૂર્ણ જીવન વિતાવવાની સલાહ આપી તો ક્રિસ્ટિના ઉકળી ઉઠી, તેણે પોપને મોં પર જ ફરમાવી દીધું: ‘મારે ગુલામ બનીને જીવવું નથી!’

ક્યારેક એ પ્રેમદિવાની બની જતી હતી તો ક્યારેક હિંસક નાગણ. પ્રેમીઓનો તેને તોટો નહોતો. છતાં જાણે તેને અંદરથી કોઈ અભાવ કોરી ખાતો હોય તેમ એ સતત નવા શિકાર શોધ્યે રાખતી. હા! સ્વીડનની આ રાણી ક્રિસ્ટિના અનેક રીતે અનોખી હતી. એ ક્રુર હતી, બદમાશ હતી, ઐયાશ અને એકદમ તરંગી હતી. તેણે રાજપાટ માત્ર એટલા માટ છોડ્યું કે એ દરબાર જોઈ-જોઈને તંગ આવી ગઈ હતી, એ જ ઘરેડમાં તેને રીતસર ઉબકા આવતા હતા અને એને દુનિયા ફરી વળવાનુ ભૂત ચડ્યું હતું. એને દુનિયાભરનો આનંદ પોતાનાં ખોબમાં ભરી લેવો હતો. સ્વીડનની આ રાણીનું નામ ઇતિહાસમાં તેનાં પરાક્રમોનાં કારણે જ કાળા અક્ષરે લખાયેલું છે.
ઇ.સ. 1656માં એ ફ્રાન્સનાં પ્રવાસે ગઈ ત્યારે તેની સાથે બે શાહી અધિકારીઓ હતા. એક હતો કાઉન્ટ સાન્તિનેલી જ તેનો મુખ્ય અંગરક્ષક-સુરક્ષા અધિકારી હતો. જ્યારે બીજો હતો મારક્વિસ મોનાલ્ડેસ્કો જે હતો તેનો અંગત મદદનીશ. બેઉ એક નંબરના બદમાશ હતા. અવ્વલ દરજ્જાનાં ચાલબાજ અને કાવતરાખોર. બેય વચ્ચે તીવ્ર દુશ્મનાવટ હતી. એકમેકના કટ્ટર દુશ્મન હતાં બન્ને. બેઉ નિત્ય એકબજાનો ખાત્મો કરવાની યોજના બનાવવામાં રત રહેતા હતા, એકબીજાને ઉતારી પાડવાની કોઈ તક તેઓ જતી કરવા માંગતા નહોતા. જ્યાં સુધી વફાદારીનો સવાર છે, બેઉ એક બીજાનાં માથા ભાંગે તેમ હતા. ગદ્ારી બાબતે. વફાદારી સાથે તેમને સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. બંને એક યા બીજી રીતે ક્રિસ્ટિનાની ઘોર ખોદી રહ્યા હતાં.
સાન્તિનેલીએ ક્રિસ્ટિનાનાં એસ્ટેટ એજન્ટ સાથે સાંઠગાંઠ કરીને તેને બહુ ચૂનો લગાવ્યો હતો. જ્યારે મોનાલ્ડિેસ્કો એક અલગ જ ષડયંત્રમાં મશગૂલ હતો. એ સાન્તિનેલનાં નામે જૂઠા પત્રો લખીને સાન્તિનેલીને ખતમ કરાવવાના પ્રયત્નોમાં રત હતો. એ અદ્ત સાન્તિનેલી જેવા અક્ષર કાઢવામાં ધીમેધીમે એકદમ નિપૂણ બની રહ્યો હતો. ક્રિસ્ટિનાને એક દિવસ આ ષડયંત્રનો ખ્યાલ આવી ગયો.
રાણી ક્રિસ્ટિનાને બીજાની જિંદગીમાં ડોકિયા કરવાની ગંદી આદત હતી. પોતાનાં આ બેઉં અધિકારીને સ્નાન કરતા પણ એ અનેક વખત ચોરીછૂપીથી જોઈ ચૂકી હતી. આ આદતવશ જ એક વખત એ મોનાલ્ડેસ્કોપના રૂમમાં ડોકિયું કરી રહી હતી. તેણે જોયું કે એ અત્યંત ધ્યાનપૂર્વક કશુંક લખી રહ્યો છે. સામાન્ય રીતે બહુ ઝડપથી લખવા માટે ટેવાયેલા મોનાલ્ડેસ્કોને આટલું ધીમેધીમે કશુંક લખતા જોઈને તેને ભારે આશ્ર્ચર્ય થયું. આ વખતે થોડી તપાસ જરૂરી હોય એવું તેને લાગ્યું.
બીજા જ દિવસે તેણે મનોનાલ્ડેસ્કોનાં રૂમની જડતી કરાવી. તેને કેટલાક એવા પત્રો હાથ લાગ્યા કે એ ખળભળી ઉઠી. આ બધા જ પત્રો સાન્તિનેલીના અક્ષરની નકલ કરીને લખાયા હતા. ટૂંકમાં કહીએ તો એ લખ્યા હતા મોનાલ્ડિસ્કોએ પરંતુ છાપ એવી ઉપસાવવાનો પ્રયાસ થયો હતો જાણે એ સાન્તિનેલીએ લખ્યા હો. આ પત્રોમાં રાણી ક્રિસ્ટિનાનાં ગંદા ચારિત્ર્ય વિશે અને રોમનાં એક પાદરી સાથે તેનાં અનૈતિક સંબંધો અંગે અનેક આક્ષેપો હતાં. નેપલ્સનું રજવાડું કબ્જે કરવા માટે રાણી ક્રિસ્ટિના દ્વારા થઈ રહેલા કથિત પ્રયત્નોની વિગતો પણ તેમાં હતી. જો આ પત્રો અન્ય કોઈ સુધી પહોંચી ગયા હોત તો ક્રિસ્ટિના માટે અગણિત મુશ્કેલીઓ સર્જી શકે એમ હતું. એ આખો ખેલ પામી ગઈ. તેણે ખ્યાલ આવી ગયો કે આ કાવતરું સાન્તિનેલીને ખતમ કરવા માટે મોનાલ્ડેસ્કોએ જ રચ્યું હતું.
રાણી ક્રિસ્ટિનાએ મોકનાલ્ડેસ્કોપે બોલાવી ને પૂછ્યું: ‘ગદ્ાર અને કાવતરાખોરને શી સજા થવી જોઈએ?’ મોનાલ્ડેસ્કોને લાગ્યું કે, તીર બરાબર નિશાન પર લાગ્યું છે. તેને થયું કે, તેની ચાલ સફળ થઈ છે. તેને એ ખ્યાલ નહોતો કે આખા કાવતરાનો તાગ ક્રિસ્ટિનાએ મેળવી લીધો છે. તેણે જવાબ આપ્યો: ‘આવા ગદ્ારને મોતને ઘાટ જ ઉતારી દેવો જોઈએ!’
મોનાલ્ડેસ્કોએ આ જવાબ આપ્યો ત્યારે તેને ખ્યાલ નહોતો કે, આ જવાબ તેને કેટલી હદે મોંઘો પડવાનો છે. તારીખ 10 નવેમ્બર-1657ના દિવસે આખી દુનિયાએ જાણી લીધું કે ક્રિસ્ટિના કેવી માટીની બનેલી છે. એ દિવસે તેણે ફાન્સેનબ્લુય નામના એક કબ્રસ્તાનમાં જોનાલ્ડેસ્કોને બોલાવ્યો. ચર્ચમાંથી પાદરીને બોલાવાયા. પેલા બધા નકલી પત્રો પાદરીએ વાંચી સંભળાવ્યા. પત્રનું પઠન ચાલતું હતું ત્યારે શાહી પહેરવેશમાં ક્રિસ્ટિના કોઈ અજીબ ઘુંઘવાટ સાથે આમતેમ આંટા મારતી હતી. તેનાં દિમાગમાં જાણે કોઈ તોફાન સર્જાયું હતું કોઈ જાણતું નહોતુ કે હવે શુ થવાનું છે?
થોડી વારમાં જ ક્રિસ્ટિનાએ તલવાર વડે મોનાલ્ડેસ્કો પર પ્રાણઘાતક હૂમલો કર્યો. પળવારમાં જ તેનાં પ્રાણ નીકળી ગયા. પોતાના વસ્ત્ર નીચે બખ્તર પહેરીને ફરતા મોનાલ્ડેસ્કોને એ બખ્તર પણ બચાવી ન શક્યું. ફ્રાન્સનું શાસન હતું. ઘટનાની નોંધ છેક ઉપર સુધી લેવાઈ. ક્રિસ્ટિનાએ ગૂનો કર્યો હતો પરંતુ તેને સજા દેવાનું શક્ય ન હતું. ચોતરફ જાતજાતની અફવા ફેલાઈ ગઈ. એક વાત એવી પણ વહેતી થઈ કે મોનાલ્ડેસ્કોના હાથમાં કોઈ એનું રહસ્ય આવી ગયું હતું. કે તેનો છૂટકારો જરૂરી હતો.
ક્રિસ્ટિનાની રાજ્યમાં વગ એવી હતી, દમામ એવો હતો કે, ફોડ પાડીને કોઈ તેને કશું પૂછી શકે એમ નહતું. રાજ્યમાં તેનો ડંકો વાગતો હતો. તેનો પ્રભાવ જબરદસ્ત હતો. 8 ડિસેમ્બર 1632માં જ્યારે તેનો જન્મ થયો ત્યારે જ તેનાં પિતા સમ્રાટ ગુસ્તાવસ એડોલ્ફસએ તેનાં લક્ષણ પારખી લીધા હતા. એ નાની હતી ત્યારે અત્યંત ભારે અવાજે રડતી હતી અને તેનું શરીર હુષ્ટપુષ્ટ-ઘાટિલું હતું. તેનું શરીર અને લક્ષણ જોઈને જ સમ્રાટે કહી દીધું હતું કે, એ ચૂસ્ત, ચાલાક અને હોંશિયાર બનશે. સમ્રાટની ભવિષ્યવાણી સાચી ઠરી હતી. જો કે, પિતાને એ ખ્યાલ નહોતો કે, ક્રિસ્ટિના બહુ બદનામ પણ થવાનું છે. બહુ નાની ઉંમરે ક્રિસ્ટિનાની જિંદગીમાં એવી ઘટનાએ બની ગઈ હતી કે જેને લીધે તેની જિંદગીનો આખો પ્રવાહ પલટાઈ ગયો. અને એ ઘટનાઓના પ્રતાપે જ એ સ્વીડનના ઇતિહાસનું સૌથી ચર્ચાસ્પદ સ્ત્રી પાત્ર બની ગઈ.

ક્રિસ્ટિના એક ચૂસ્ત અને ચાલાક યુવતી બનવાની છે- એવી તેનાં પિતાની ભવિષ્યવાણી સાચી પડવાની હતી. પરંતુપિતા ગુસ્તાવસ એડોલ્ફસ પોતાનું ભવિષ્ય ભાખી શક્યા નહોતા. ભવિષ્યનાં ગર્ભમાં શું છૂપાયું છે એ વિશે ખૂદ તેમને ખ્યાલ નહોતો.ઇસવિસન 1632માં સમ્રાટ ગુસ્તાવસ એક યુદ્ધમાં માર્યા ગયા અને છ વર્ષની ક્રિસ્ટિનાનું પાલનપોષણ કરવાની જવાબદારી પાંચ મંત્રીઓની એક સમિતિના શિરે આવે. સમ્રાટના મોત પછી ક્રિસ્ટિનાની માતા- મહારાણી રીતસર પાલગ થઈ ગઈ હતી અને મહેલમાં જ તેને કેદ રાખવામાં આવી. આવા અનેકવિધ કારણોથી ક્રિસ્ટિનાને નાનપણથી જ પુરુષોની સંગતમાં રહેવાનું બન્યું.
વર્ષો વહેતા ગયા અને ક્રિસ્ટિના ઉંમરલાક થતી ગઈ. એ જ્યારે ચોવીસ વર્ષની થઈ ત્યારે રાજ્યનાં સમ્રાટ તરીકે તેનો રાજ્યાભિષેક થયો. ભલે એ રાજકુમારી હતી પરંતુ માતા-પિતાની ગેરહાજરીમાં તેને સમ્રાટનું પદ મળ્યું હતું. સમ્રાટ તરીકે શપથ લીધા બાદ સતત દસ વર્ષ સુધી તેણે પોતાની કાબેલીયત, મુક્ત વિચારો, બહાદુરી અને દુરંદેશીપણાના પ્રતાપે રાજ્ય બર જબરદસ્ત વર્ચસ્વ જમાવ્યું. રાજ્યમાં તેના નામના સિક્કા પડતા હતા. રાજ્યમાં તેનો જબરો પ્રભાવ હતો.
ક્રિસ્ટિના શરૂઆતથી જ પુરુષો સાથે ઉછરી હતી તેથી તેનામાં પુરુષગત સખ્તાઈ અને દૃઢતાનો આપમેળે વિકાસ થયો હતો. મોટાભાગે એ પુરુષો જેવા જ વસ્ત્રો પહેરતી. સમ્રાટ હોવાના નાતે તેણો પેતાનો અલગ મહેલ બનાવ્યો હતો. જિંદગીના શરૂઆતનાં વર્ષોમાં તેને કોઈ પુરષ સાથે પ્રેમ ન થયો. હા! તેણે રખાત તરીકે ડઝનબંધ સ્ત્રી સખીઓ રાખી હતી. તેને સૌથી પ્રિય રખાત હતી એબા સ્પેરે નામની એક યુવતી. રૂપરૂપનાં અંબાર જેવ એબા તેનાં સૌંદર્ય માટે આખા રાજ્યમાં વિખ્યાત હતી. એબાનો એક આશિક હતો જેનું નામ હતું કાઉન્ટ જેકબ. ક્રિસ્ટિનાને એબા એટલી હદે પ્રિય હતી કે એ તેને જેકબથી દૂર રાખવાનાં પ્રયત્નો હરહંમેશ કરતી રહેતી. બહુ લાંબા સમય સુધી ક્રિસ્ટિનાએ એબાને જેકબથી બચાવી રાખી. પરંતુ અંતે એક દિવસ એ જેકબ સાથે ભાગી જ ગઈ. પરણીને બેઉ જ્યારે મહેલમાં આવ્યાત્યારે ગુસ્સે થઈ ને ક્રિસ્ટિનાએ એબા પર તલવારનો છૂટ્ટોઘા કર્યો. સદ્ નસીબે એબા બચી ગઈ. પરંતુ આ પ્રસંગથી એ પુરવાર થયું કે ક્રિસ્ટિના તેની સ્ત્રી મિત્રો માટે કેટલી હદે જઈ શકે છે.
ક્રિસ્ટિનાનો સૂર્ય મધ્યાહ્ને તપી રહ્યો હતો ત્યારે સ્વીડનમાં પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ર્ચન ધર્મનો પ્રભાવ હતો. ક્રિસ્ટિના ઇચ્છતી હતી કે તેમાં પરિવર્તન આવે. તેણે એ દિશામાં અગણિત પ્રયાસો કર્યા અને જરૂરી સુધારાઓ પણ કર્યા. પરંતુ ચંચળ મનની ક્રિસ્ટિનાને હવે આ બાબતોમાં બહુ રુચતું નહોતી. રાજપાટથી તેનું મન ભરાઈ ચૂક્યું હતું. અચાનક એક દિવસ તેણે ઘોષણા કરી કે, એ પોતાના ભાઈ રાજકુમાર ચાલ્ર્સ ગુસ્તાવસને પોતાનો ઉત્તરાધિકારી તરીકે નિમણુંક કરે છે અને પોતે બધું મૂકીને ચાલી જવાની છે.
ઉતાવળે જ તેણે પોતાની બધી રાજલીલા સંકેલી લીધી. બધુ છોડવાનું તો નામ માત્ર હતું. જ્યારે એ રાજધાની છોડી ને સ્વીડનના એક અંતરિયાળ ગામમાં વસવા માટે નીકળી ત્યારે તેની સાથે એલો સામાન હતો કે તેનાં ભાઈએ સમ્રાટ તરીકે કાર્યભાર સંભાળોય ત્યારે આખો મહેલ ખાલીખમ્મ થઈ ગયો હતો. ચાલ્ર્સ ગુસ્તાવસે તાત્કાલિક નવું ફર્નિચર વસાવવું પડ્યું.
તારીખ 23 ડિસેમ્બર-1654ના દિવસે ક્રિસ્ટિનાએ ખુદને કેથોલિક જાહેર કરી દીધી. તેણે ધર્મ પરિવર્તન કરી લીધું હતું. હવે એ બ્રુસેલ્સમાં રહેતી હતી. પુરુષોની અદામાં જીવતી અને હવાની ગતિથી ઘોડેસ્વારી કરતી મહારાણીને નિહાળવા અહીં પણ લોકોનો મેળો લાગતો. તેને ત્યાં સમલૈંગિક સામ્રાજ્ઞીના નામથી નવાજવામાં આવતી. ઇ.સ.1655માં જ્યારે તેની પોપ એલેકઝાન્ડર સાતમા સાથે મુલાકાત થઈ ત્યારે જબરો વિાદ થઈ ગયો. પોપ એલેક્ઝાન્ડરે તેને ધર્મ મુજબ રહેવા અને સંયમપૂર્ણ જીવન વિતાવવાની સહાલ આપી તો ક્રિસ્ટિના ઉકળી ઉઠી. તેણે પોપને મોં પર જ ફરમાવી દીધું: ‘મારે ગુલામ બનીને જીવવું નથી!’
આટલું જાણે ઓછું હોય તેમ ક્રિસ્ટિનાએ પોપના ગઢમાં જ ગાબડાં પાડી દીધા. તેણે પોપના બે સૌથી વરિષ્ઠ સહાયકોને જ પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધા. તેમાંથી એક એવા કાર્ડિનલ કોલોનાએ તો ક્રિસ્ટિના પાછળ ઘેલા થઈને ચર્ચનુ કામ જ છોડી દીધું. ગુસ્સે થઈ પોપએ કોલોનાની રોમમાંથી હકાલપટ્ટી કરી દીધી. બીજો કાર્ડિનલ એઝોલિનો પણ ક્રિસ્ટિનાનાં પ્રેમમાં પાગલ થઈ ગયો. કહેવાય છે કે, ક્રિસ્ટિના પણ તેને ચાહવા લાગીહતી.
આ વાતનો થોડો સમય વિત્યા હશે ત્યાં ઇટાલીથી એ 10 હજાર ઘોડેસ્વારો અને 16 હજાર સૈનિકો સાથે પેરિસ આવી પહોંચી. ફ્રાન્સમાં તેણે યોજેલા પ્રથમ જ સમારોહમાં તેણે અર્ધો ડઝન પુરુષોને પોતાની પ્રેમજાળમાં આબાદ ફસાવ્યા. ખૂલીને વાત એ છે કે, બધા એમ જ માનવા લાગ્યા હતા કે ક્રિસ્ટિના તેને પ્રેમ કરે છે! એ દરમિયાન જ તેણે પોતાની સાથે આવેલા સહાયક મોનાલ્ડેસ્કોને મોતની સજા આપી.
ક્રિસ્ટિનાની જોહુકમી અને મુન્સફીનો દૌર બહુ લાંબો ચાલ્યો. પણ સુરજનું સાંજે ઢળવું નિશ્ર્ચિત હોય છે તેમ ક્રિસ્ટિનાનાં યુગનો પણ ધીમે-ધીમે સૂર્યાસ્ત થયો. તૂર્કી સામે આખા યુરોપને એક કરવા તેણએ નિષ્ફળ પ્રયત્નો કર્યા- કોઈએ તેનું સાંભળ્યું નહીં. અંતે 1660માં એ કંટાળીને ફરી સ્વીડનગઈ- જ્યા એ પોતાનુ રાજપા છોડી આવી હતી. પરતુ તેનાં ભાઈએ અને પ્રજાએ ત્યાં તેનો ધુત્કાર કર્યો અને તેણે કાઢી મૂકી. પોતાનાં આખરી સમયમાં એ લગભગ કંગાળ બની ચૂકી હતી. બાકીના વર્ષો તેણે રોમમાં પસાર કર્યા અને 19 એપ્રિલ 1680ના દિવસે એ ગરીબીની અવસ્થામાં દુનિયા છોડી ગઈ.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here