સાવરકુંડામાં બાળકી દિપડાનો ભોગ બની

0
242
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતના સીમના ગામે અનેકવાક નાના મોટાં લોકો દિપડાનો ભોગ બની રહ્યા છે. દિપડાના હુમલામાં ઘણીવાર લોકોના મોત થાય છે. આ બાબતે વન વિભાગ સતત કામ પણ કરતું રહે છે.પરતું આવી ઘટના બનતી રહે છે અમરેલીના નેસડી ગામમાં 8 વર્ષની બાળકીનો ભોગ દિપડાએ લીધો હતો.

સાવરકુંડાના નેસડી ગામના લવાભાઈ પાનસુરીયા નામના ખેડૂતની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરની 8 વર્ષની દીકરી પોતાના પરિવાર સાથે રાતના સમયે સૂતી હતી મોડી રાત્રે 2 કલાકે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી તેને સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પણ ત્યા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ અને ઘટનાની તપાસ કરી હતી. વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here