ભારતમાં 4 મહિનામાં જ 1 કરોડ લોકો થયા કોરોના સંક્રમિત, પહેલા 1 કરોડ કેસમાં લાગ્યો હતો 10 મહિનાનો સમય

0
9
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. હાલ આંક 2 કરોડને પાર થઈ ગયો છે. ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા તેમાં ચિંતાજનક વાત એ છે કે છેલ્લે 1 કરોડ કેસ ફક્ત 4 મહિનામાં નોંધાયા છે. જ્યારે પહેલા 1 કરોડ કેસ નોંધાતા 10 મહિના જેટલો સમય લાગ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ દેશમાં 15 સપ્ટેમ્બર 2020ના સંક્રમણનો આંક 50 લાખ પહોંચ્યો હતો. તે પછી ત્રણ મહિના બાદ અર્થા 18 ડિસેમ્બર 2020ના દેશમાં કોરોના સંક્રમણના કેસ 1 કરોડને પાર થયા હતા. હવે ફક્ત ચાર મહિનામાં જ વધુ એક કરોડ લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. 4 મહિનામાં જ આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે.

દેશમાં એક્ટિવ કેસનો આંક પણ 34,87,229 પર પહોંચી ગઈ

છેલ્લા 24 કલાકમાં નવા 3.82 લાખ કેસ આવ્યા છે. તો સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 3.38 લાખ થઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3780 લોકોના મોત થયા છે. જે પછીથી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,06,,65,148 થઈ છે. જ્યારે મોતની સંખ્યા 2,26,188 થઈ છે. દેશમાં એક્ટિવ કેસનો આંક પણ 34,87,229 પર પહોંચી ગઈ છે. દર્દીઓને ઓક્સિજનની અછત હજુ પણ જોવા મળી રહી છે. દેશમાં સાજા થનારાની સંખ્યા પણ 1,69,51,731 પર પહોંચી છે.

સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ મામલે અમેરિકા નંબર 1 પર

વિશ્વની વાત કરવામાં આવે તો સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ મામલે અમેરિકા નંબર 1 પર છે. બીજા નંબર પર ભારત છે. તે પછી ત્રીજા નંબર પર બ્રાઝીલ છે. અમેરિકામાં કોરોનાના કેસ 3,25,12,575 છે. તો ભારતમાં 2,02,82,833 કેસ છે.બ્રાઝીલમાં 1,48,56,888 લોકો અત્યાર સુધી સંક્રમિત થઈ ચૂક્યા છે. ફ્રાંસમાં 57,41,537 લોકો સંક્રમિત થયા છે. તુર્કિમાં પણ કોરોના સંક્રમણના કેસ 49 લાખને પાર થયા છે.

અમેરિકામાં 5.78 લાખ લોકોના મોત થયા

કોરોનાથી મોત મામલે પણ અમેરિકા સૌથી આગળ છે. અમેરિકામાં 5.78 લાખ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં 4.11 લાખ લોકોના મોત થયા છે જ્યારે ભારતમાં 2.26 લાખ લોકોના મોત થયા છે. યુકેમાં 1.21 લાખ લોકોના મોત થયા છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here