આદમી હું, આદમી સે પ્યાર કરતા હૂં ( ભાગ – 2 )

0
295
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • સેક્સનો આનંદ માણવા નહીં સમાજની વચ્ચે રહેવા ઓપરેશન કરાવવું જરૂરી છે.

 • મારી સાથે કોઇ પરાણે, બળજબરીથી સેક્સ કરે તો જ મને મજા આવતી.

મેધા પંડ્યા ભટ્ટ

 ભાર્ગવ અને દિવ્યેશ સાથેની મારી મુલાકાત વિશે ગયા શનીવારના આર્ટીકલમાં તમે જાણ્યું. તે બંને હાલમાં સાથે રહે છે અને એકબીજાના પ્રેમમાં છે, તે પણ તે બંનેએ સ્વાકાર્યું. હવે તે બંને એકબીજાને કેવી રીતે મળ્યા અને તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે આજે જાણીશું. કઇ રીતે તે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું અને એકબીજા તરફ આકર્ષણનો અનુભવ થયો તે જાણીશું. ભાર્ગવ અને દિવ્યેશને મળ્યા પછી મને ક્યાકને ક્યાંક આવા સંબંધ ધરાવતા લોકો માટે સહાનુભૂતિ અને કૂણી લાગણી પણ જન્મી છે. તેમની વિશે જાણ્યા પછી તમને પણ તે અનુભવ જરૂર થશે તેની મને પૂરતી ખાતરી છે.

ભાર્ગવે પોતાની વાતની શરૂઆત કરી ત્યાં સુધીમાં કોફી આવી ગઇ હતી. તેણે તેની વિશેની માહિતી આપી. તે મૂળ ચંદીગઢનો છે. તેના પિતા એક સરકારી અધિકારી છે. 17 વર્ષની ઉંમરમાં તેને સ્પષ્ટ સમજાઇ ગયું હતું કે તેને છોકરાઓમાં જ રસ છે. તેણે ઘરમાં કહ્યું નહોતું પણ તે છોકરાઓ સાથે જ વધારે ફરતો હોવાથી કોઇને શંકા ન થાય તે સ્પષ્ટ હતું. તેના જ ગ્રુપનો એક યુવક તેને ગમતો હતો. તેણે એક દિવસ તેને ભીંસીને ભેટી પડ્યો તો સામેવાળા છોકરાને અજુગતુ લાગ્યું. બીજીવાર તેણે તે છોકરાને લીપ કિસ કરી. ત્યારબાદ તેના ઘરમાં આ વાત ખબર પડતા તેના પિતાએ તેને દિલ્હી કોલેજ કરવા મોકલી દીધો. હોસ્ટેલમાં તો તેને મનગમતું વાતાવરણ મળી ગયું અને જે પુરુષ મિત્ર સાથે રૂમ શેર કરતો હતો તેની સાથે જ તેના સંબંધની શરૂઆત થઇ. તે સિવાય પણ અનેક સંબંધો બંધાયા. હાલમાં 30 વર્ષની ઉંમરે સ્થાયી થવાનું વિચાર્યું છે.

ભાર્ગવ અમદાવાદમાં આવ્યો ત્યારે તેણે ડેટીંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. જેમાં તેને દિવ્યેશનો સંપર્ક થયો. બંનેએ સાથે રૂમ રાખીને રહેવાનું નક્કી કર્યું અને બંનેનો સંબંધ વધારે મજબૂત બનતો ગયો. ભાર્ગવના કેસમાં તે ખૂબ સ્ટ્રોંગ છે. તે કહે છે, હું દિવ્યેશ સાથે હતો તો પણ મેં મારી ટૂર દરમિયાન પૂના અને મુંબઇમાં અનેક છોકરાઓને ડેટ કર્યા છે. તે સિવાય અમદાવાદમાં પણ મારા બે બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે. જોકે હવે હું ફક્તને ફક્ત દિવ્યેશને જ કમીટેડ છું. હું ડેટીંગ સાઇટ પર જ એને મળ્યો હતો. તેની સાથેની પહેલી મુલાકાત ફક્ત કોફીની હતી. તેની ઇચ્છા જાણ્યા પછી અમે મારા રૂમ પર મળ્યા. અમે ઘણો સારો સમય એકબીજા સાથે પસાર કર્યો. અમારા વચ્ચેનું શારીરિક ક્રિયામાં મને તેના તરફથી અલગ ઉમળકો અને લાગણીનો અનુભવ થયો. તે પછી અમે ત્રણ-ચાર વખત મારા ફ્લેટ પર જ મળ્યા. તે સમયે તે રાત પણ રોકાણો હતો. અમે ફક્ત સેક્સના જ ભૂખ્યા હતા તેવું નહોતું. તેની સાથે સમય પસાર કરતા અમને એકબીજા વિશે જાણવા મળ્યું. તેની સાથે બનેલી ઘટનાઓ જાણ્યા પછી મને તેના પ્રત્યે દુખ પણ થયું અને લાગણી પણ થઇ. મુલાકાતો વધતી ગઇ અને એક સમયે મેં તેને સાથે રહેવા માટે કહ્યું. આજે આટલા વર્ષે એકબીજાને જાણ્યા અને અનુકૂળ થયા બાદ અમે જીવનભર સાથે રહેવાન નિર્ણય કર્યો છે. મેં મારા ઘરમાં વાત કરી છે પણ દિવ્યેશ છોકરો છે, તે જણાવ્યું નથી. લગ્નબાદ અમે મુંબઇ સેટ થઇશું. અમારા જીવની વાતો અમારા વચ્ચે જ રહેશે તે સિવાય તને જણાવી છે. બાકી કોઇ સગા-સંબંધી કે મિત્રોને તે કહેવું યોગ્ય નથી. દિવ્યેશને લોકો મારા પાર્ટનર તરીકે સ્વીકારે તેથી જ મુંબઇ સેટ થવાનું નક્કી કર્યું છે.

ભાર્ગવ તેની વાતોમાં ખૂબ સ્પષ્ટ હતો. તેની સામે દિવ્યશ ખૂબ લાગણીશીલ વ્યક્તિ હતો. યુ.પીના એક ગામનો હતો અને તે પણ દિલ્હી જ કોલેજ કરીને અમદાવાદમાં સેટ થયો હતો. દિવ્યેશ જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેના ગામના જ એક વ્યક્તિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને તેનું બાળપણ છીનવી લીધુ. સતત બે વર્ષ સુધી તે ભોગ બનતો રહ્યો. ઘરમાં કોઇને કહી શકતો નહોતો. તેથી તે વ્યક્તિથી બચવા માટે તેણે દિલ્હી કોલેજ કરવાનું વિચાર્યું. ત્યાં હોસ્ટેલમાં પણ ત્રણ  સિનિયર યુવકોનો તે ભોગ બન્યો. જોકે ત્યારબાદ ત્યાંથી અમાદાવાદ આવી ગયો. તેને નાનપણથી જે રીતે પરાણે સેક્સનો અનુભવ થયો તે તેના મગજમાં બેસી ગયો હતો. તે કહે છે, હું જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે હું નોર્મલ વ્યક્તિ તરીકે રહી શકું પણ ક્યારેક મને સેક્સની અતિ તીવ્ર ઇચ્છા થઇ આવે. કહેવામાં થોડું અજુગતુ લાગશે પણ મને કોઇ પરાણે બળજબરી કરીને મારી સાથે સંભોગ કરે તો જ મને મજા આવે તેવી મારી માનસિક સ્થિતી થઇ ગઇ હતી. હું આવી વ્યક્તિને શોધવા ડેટીંગ સાઇટ પર જોઇન થયો. મેં ચાર થી પાંચ યુવકો સાથે સંબંદ પણ બાંધ્યા પણ તે ફક્ત એક વખત પૂરતા જ મર્યાદિત રહ્યા. હું જ્યારે ભાર્ગવને મળ્યો ત્યારે મને તેનો પહેલીવારનો  સ્પર્શ ખૂબ ગમ્યો. તેની મારા શરીર સાથે રમવાની ક્રિયા મને તેના પ્રત્યે વધારે આકર્ષી ગઇ. તે કોમળ અને કઠોર બંને પ્રકારથી મને સાચવી અને સમજી શકે છે. તેની સાથે શારીરિક સંબંધમાં જોડાયા પછી હું કોઇની સાથે જોડાયો નહીં. તે અન્ય સાથે ડેટ પર જતો હતો તેની સામે મને કોઇ તકલીફ નહોતી. થોડા સમય પહેલા જ તેને પણ મારા માટે તે પ્રકારની લાગણી જન્મી તેથી અમે અમારા સંબંધને આજીવન નિભાવવાનો નિર્ણય કર્યો છે.

જેમ બે નોર્મલ સ્ત્રી અને પુરુષ વચ્ચે ફક્ત સેક્સ જ જરૂરી નથી, સાથે લાગણી, પ્રેમ, કાળજી અને સૌથી મહત્વની વસ્તુ સ્વમાન જળવાઇ રહેવું જરૂરી છે, તે અમારા વચ્ચે પણ છે. સેક્સ ચેન્જ હું કરાવી રહ્યો છું કારણકે મારામાં પહેલેથી યુવતીઓ જેવી લાગણી રહેલી છે. હું પોતાને પુરુષ તરીકે જોઇ શકતો નથી. હું તે પ્રકારના સ્ટ્રોંન્ગ વિચારો કે વર્તન કરી શકતો નથી. સાથે જ ભાર્ગવને હું તે પ્રેમી તરીકે જોઇ શકું છું. હું મારા જીવનમાં નવી શરૂઆત કરીને એક યુવતી બનીને સ્વમાન સાથે જીવન જીવી શકું તેથી તેણે મુંબઇ સિફ્ટ થવાનું નક્કી કર્યું છે. હજી આપણા સમાજમાં બે યુવકોના કે બે યુવતીઓના સંબંધને સ્વીકારી શકાતો નથી. તેથી સેક્સ ચેન્જ કરાવવું અમારી માટે જરૂરી બની ગયું છે.

ભાર્ગવ અને દિવ્યેશની સાથે બીજી ઘણી વાતો થઇ. કેટલીક વાતોને સ્પષ્ટ રીતે અહીં લખીને જણાવી પણ ન શકાય તેવી પણ છે. તેમછતાંય તેમના બંનેના પ્રેમ અને તેમના સંબંધથી હું પણ ખુશ છું. સાથે જ મને બે સારા મિત્રો મળ્યાનો પણ આનંદ છે. તે બંને પોતાના જીવનમાં ખુશ રહે અને તેમનો સંબંધ સચવાઇ રહે.

 

સમજવા જેવું

બે પુરુષો એકબીજા માટે કે બે સ્ત્રીઓ એકબીજા પ્રત્યે જ્યારે લાગણીથી બંધાય કે શારીરિક આકર્ષણ અનુભવે ત્યારે તેને સમાજમાં ખોટી રીતે જ જોવામાં આવે છે. તે સ્પષ્ટ છે. સમાજ આવા સંબંધોને સ્વીકારતું નથી તે પણ આપણે જાણીયે છીએ પણ તેમને વખોડવાના બદલે જો તેમની માનસિક ને શારીરિક સ્થિતીને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમને પણ સમાજમાં સન્માનપૂર્વકનું સ્થાન આપી શકાય છે.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here