ગોમટા માં અ..ધ..ધ.. 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરાયું.

0
165
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જીવન જરૂરિયાતની દુકાનો સવારના ૬થી ૯ અને સાંજે ૬થી ૯ ખુલ્લી રહેશે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

ગોંડલ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલ અને છ હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામ માં અધધ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને આગેવાનો સાથેની તાકીદની મીટિંગ બોલાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલ તાકિદની મિટિંગમાં સરપંચ જસાભાઈ ઝાપડા, તાલુકા ભાજપ પ્રમુખ યોગેશભાઈ કયાડા, સહકારી મંડળી પ્રમુખ બિપીનભાઈ વાછાણી, પટેલ સમાજ પ્રમુખ પ્રવિણભાઈ વાછાણી, ઉપપ્રમુખ અતુલભાઇ ભાણવડીયા, દૂધ મંડળી પ્રમુખ રમેશભાઇ ઘેટીયા, ઉપસરપંચ પરેશભાઈ ભાણવડીયા અને મેડિકલ ઓફિસર ડોક્ટર યશપાલસિંહ રાઠોડ સહિતનાઓ હાજર રહ્યા હતા અને ચર્ચા કરાઇ હતી કે ગામમાં છેલ્લા બે દિવસમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય જવા પામ્યા છે જેના પગલે તાકીદે લોકડાઉન કરવાની ફરજ પડી છે જીવન જરૂરિયાત ની દુકાન ખોલવાનો સમય સવારના ૬થી ૯ અને સાંજના 6 થઈ 9 જાહેર કરાયો છે આ તકે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે જો કોઈ દુકાનદારના પરિવારમાંથી કોરોના કેસ પોઝિટિવ આવે તો દુકાનદારે સદંતર દુકાન બંધ રાખવાની રહેશે બહારગામ આવવા જવા માટે ગ્રામ પંચાયત ની મંજૂરી લેવી પડશે બહારગામથી આવતા ફેરિયાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે તેમજ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here