આજે દેશમાં કોવાક્સિન રસીકરણનો બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં પ્રથમ રસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી અને પહેલ કરી છે. રસી મળ્યા બાદ પીએમ મોદીએ લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરી છે. પુડ્ડુચેરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન ડોઝ ઇન્જેકશન આપનાર નર્સ પી. નિવેદા છે.
પીએમ મોદીએ શેર કરેલા ફોટામાં બે નર્સો છે જેમણે પીએમ મોદીને રસીનું ઇન્જેકશન આપ્યું હતું. જે ફોટામાં એક નર્સ પીએમની પાછળ ઉભા રહેલી જોવા મળે છે અને એક નર્સ રસી લગાવતી જોવા મળે છે, રસી લગાવનાર નર્સ પુડ્ડુચેરીની રહેવાસી પી નિવેદા છે. પીએમ મોદીની પાછળ ઉભેલી નર્સ કેરળની છે.