મોંઘવારીનો વધુ એક માર:રાંધણ ગેસના બાટલાના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો

0
33
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ધીરે ધીરે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે આજથી ફરીથી ગેસના ભાવમાં વધારો થયો છે. સામાન્ય માણસનું જીવવું અઘરૂ થઈ રહ્યુ છે એક પછી એક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો થતા હવે 798 રૂપિયાની જગ્યાએ 823 રૂપિયામાં મળશે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો નોંધાયો છે.
19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1530 રૂપિયાની જગ્યાએ હવે 1625 રૂપિયામાં મળશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 225 રૂપિયાનો વધોરો થયો છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here