યુસુફ પઠાણ નિવૃત્તિ : જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની.

0
35
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

યુસુફ પઠાણનો જન્મ વડોદરામાં 17 નવેમ્બર, 1982ના રોજ થયો હતો. વર્ષ 2007થી તે ભારતીય ક્રિકેટ ટીમમાં એક આક્રમક બેટ્સમેન અને સ્પિનર તરીકે લાઈમલાઈટમાં આવ્યા હતા. યુસુફ પઠાણનીકારકિર્દી લાંબી ચાલી નહોતી જોકે તેની ટૂંકી કારકિર્દીમાં વર્લ્ડ કપ વિનિંગ ટીમના ભાગ બન્યા હતા. યુસુફ પઠાણ 2007 ની ટી 20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા છે. 2011 ના વર્લ્ડ કપમાં પણ તે ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. યુસુફ પઠાણના પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે ઈસ્લામિક સ્કોલર બને પરંતુ પઠાણે સખત મહેનત કરીને સફળ ક્રિકેટર બન્યો હતો. ટી 20 ડેબ્યૂ આશ્ચર્યજનક રહ્યો. 2007ના ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા વિરેન્દ્ર સહેવાગને ઈજા થતા કૅપ્ટન કુલ એમએસ ધોનીએ યુસુફ પઠાણને તક આપી હતી.

પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા યુસુફ પઠાણે 57 વન-ડે રમી છે, જેમાંથી 41 ઈનિંગમાં 113.6ની સ્ટ્રાઈક રેટથી 810 રન કર્યા છે, જેમાં ત્રણ ફીફ્ટી અને બે સેન્ચ્યુરીનો સમાવેશ છે. આંતરરાષ્ટ્રીય ટી-20માં યુસુફે નોંધપાત્ર 146.58ની સ્ટ્રાઈક રેટથી 236 કર્યા હતા. ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની દરેક ટુર્નામેન્ટના એકંદર રેકોર્ડની વાત કરીએ તો યુસુપ પઠાણે 174 મેચ રમી છે, જેમાં 154 ઈનિંગમાં તેણે 142.97ની સ્ટ્રાઈક રેટથી 3204 રન કર્યા છે, આમાં 13 ફીફ્ટી અને એક સેન્ચ્યુરીનો સમાવેશ છે. બોલીંગના રેકોર્ડની વાત કરીએ તો પઠાણે વનડેમાં 33 વિકેટ, આંતરરાષ્ટ્રીય ટી-20માં 13 અને આઈપીએલમાં 42 વિકેટ લીધી છે. યુસુફ પઠાણનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. ગરીબી એવી હતી કે ખેલાડીના ઘરે શૌચાલય પણ બનાવવામાં આવ્યું ન હતું.

યુસુફ પઠાણ અને તેના ભાઈ ઈરફાન પઠાણે મળીને ઘણી વખત ભારતને નોંધપાત્ર જીત અપાવી છે. આઈપીએલની પહેલી સીઝનમાં પઠાણ રાજસ્થાન રૉયલ્સના વતિથી રમ્યો હતો. તે વખતે રાજસ્થાન રૉયલ્સે પઠાણ સાથે રૂ.1.9 કરોડનો કરાર કર્યો હતો. આ સીઝનમાં પઠાણે આઠ વિકેટ લેવાની સાથે 435 રન કર્યા હતા. તેમ જ સીઝનની પહેલી સૌથી ઝડપી ફીફ્ટી (21 બોલમાં) પણ પઠાણે કરી હતી. રાજસ્થાન રૉયલ્સના વતિથી રમનારા પઠાણે 2010નીયુસુફ પઠાણ સોશ્યલ મીડિયામાં તેના ફેમિલી મેમ્બર્સ સાથે ફોટોઝ શૅર કરતા હોય છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સેન્ચ્યુરી કરી હતી, જે ફૅન્સને આજે પણ યાદ છે. 2013માં યુસુફે મુંબઈ સ્થિત સાયકોથેરેપિસ્ટ આફ્રિન સાથે લગ્ન કર્યા હતા, અને 17 એપ્રિલ, 2014ના રોજ પુત્રનો જન્મ થયો હતો. 

યુસુફે તેમની બહેનના લગ્ન વખતે આ ફોટો શૅર કરીને ઈમોશનલ પોસ્ટ લખી કે, મારી પ્રિય બહેન, મને ખબર જ નહી પડી કે તુ ક્યારે આટલી મોટી થઈ ગઈ, હવે લગ્ન કરીને તુ બીજા ઘરે જતી રહીશ. વીવીએસ લક્ષ્મણના હૈદરાબાદના ઘરે તેમની પત્ની અને યુસુફ પઠાણ.યુસુફ પઠાણ તેનો ભાઈ ઈરફાન પઠાણ બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી સાથે. યુસુફ પઠાણ તેના પિતાએ સુનિલ શેટ્ટી સાથે લન્ચ કર્યુ હતું. યુસુફ પઠાણને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેમ જ પઠાણને હોર્સ-રાઈડિંગનો શોખ છે. પઠાણ પાસે ઘણા ઘોડાઓ છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here