મેઘરજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ હવે ગણતરીના દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર પુર જોશમાં

0
12
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 

કુણોલ,વૈયા,મેઘરજ,તમામ તાલુકા પંચાયત શીટોમાં જીતનો દાવો

મેઘરજ જીલ્લા પંચાયત ના ભાજપાના ઉમેદવાર શાન્તાબેન પરમાર કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર પુર જોશમાં ઠેર ઠેર આવકાર મળતા ખુશી નો માહોલ સાથે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો હાલમાં જ છ નગર પાલિકા ના રિજલ્ટ ભજપા તરફી આવ્યા છેએ જોતા કાર્યક્રમમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મેઘરજ જીલ્લા પંચાયત ના ઉમેદવાર શાન્તાબેન પરમાર ને ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન સારો એવો પ્રતિસાદ મળતા તાલુકા પંચાયતની શીટોમાં મા સારી લીડ થી ભાજપ ના ઉમેદવાર વાર જીતી ને આવશે તેવુ દેખાઇ રહ્યુ છે. આ વખતે મેઘરાજ જીલ્લા પંચાયત શીટ મા આવતી દરેક તાલુકા પંચાયત શીટો લીડ થી જીત થશે તેવુ દેખાતાં કાર્યકર્તાઓએ જીતની આશા વ્યક્ત કરી હતી અને પ્રજાના વિકાસ લક્ષી કાર્યો ને વધુ વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ પક્ષને મજબુત બનાવવા જનતા એ મક્કમતા બતાવી છે ત્યારે જોવાનું એ રહયુ પ્રજા કોને મત આપે અને કોના પત્તા કપાય એતો આવનાર સમય જ બતાવશે…

જગદીશ સોલંકી (અરવલ્લી)


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here