રોંગ નંબરે વળગ્યું પ્રેમનું ભૂત, યુવક સાથે જ લગ્ન કરીશ

0
111
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 

મોબાઇલમા આવેલા એક રોંગ નંબરે પરિણીતાને વળગ્યું યુવકના પ્રેમનુ ભૂત. લગ્ન કરીશ તો તે જ યુવક સાથે. મુળ વલભીપુરના અને 10 વર્ષના લગ્ન જીવનમા કોઇ સંતાન નથી. તેવી પરીણીતાને એક રોંગ નંબર દ્વારા એક યુવક સાથે પરિચય થયો અને તેને દીલ દઇ બેઠી. બાદમા વોટસએપના માધ્યમથી એક બીજા સાથે વાતચીત કરતા હતા. જો કે મહિલા હાલમા નથી પિયરમા કે નથી સારસરીયામા કે નથી યુવક પાસે તેણીને હાલ એક મહિલા સંસ્થામા મોકલી અપાઇ છે.

બનાવ અંગેની વિગતો મુજબ વલભીપુર ખાતે 10 વર્ષથી પરણાવેલ પરિણિતાને લગ્ન જીવન દરમ્યાન કોઇ સંતાન નથી. અને તેના સાસરીયામા ભળતુ નથી અને હજુ તેણીના છુટા છેડા થયા નથી. લગ્ન જીવન દરમિયાન તેણીના મોબાઇલમા એક રોંગ નંબરથી ફોન આવેલ. અને બાદમા તે રોંગ નંબરવાળા યુવક સાથે તેણીને પ્રૈમ સંબંધ થઇ ગયો હતો. અને વોટસએપના માધ્યમથી એક બીજા સાથે વાતચીત કરતા હતા.માતા વગરની પરિણીતા યુવકના પ્રેમમા પાગલ બની ગઇ હતી. અને તેની સાથે લગ્ન કરવાની જીદ લઇને બેસી ગઇ હતી. પિતા તથા તેમના વડિલોએ તેણીને ઘણી સમજાવેલ કે હજુ તારા છુટાછેડા થયા નથી.

બીજુ કે યુવકની ઉંમર હજુ લગ્ન કરવા લાયક નથી. માટે લગ્ન શકય નથી. છતા પરિણીતા માનતી ન હતી. અને પિતાને અવાર નવાર પોતે મરી જશે તેવી ધમકી આપતી હોય જેથી પિતાએ ભાવનગર 181 મહિલા હેલ્પ લાઇન અભયમને કોલ કરી મદદ માગી હતી.જેથી 181 મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર હેતલબેન શેઠ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબા તથા પાયલોટ નિલેશભાઇ વગેરેએ તેમના ઘરે પહોંચી હેતલબેન શેઠે પરિણીતાનુ કાઉન્સેલીંગ કર્યુ હતુ. તેમજ કાયદાની પણ જાણકારી આપી હતી.

છતા તેણી પોતાની જીદ ઉપર મકકમ હતી. આ બાબતે તેણીના સાસરસીયાઓને પણ સમજાવી તેણીને હેરાન નહી કરે અને સારી રીતે રાખશે તેવી ખાત્રી મેળવ્યા છતા પરીણીતા તેની જીદ ઉપર મકકમ રહી હતી. અને તેણીએ પિયરમા કે સાસરીયામા રહેવાની ચોકખી ના ભણી દીધી હતી. જેથી તેણીને હાલ એક મહિલા સંસ્થામા મોકલી આપવામા આવી હતી.અત્રે નોંધનીય છે કે પ્રેમમાં આંધળા બનેલા યુવક યુવતીઓ કેટલી હદે અને કેવી કેવી જીદ કરી પરિવાર જનોને મુશ્કેલીમાં મુકી દે છે ત્યારે તે આ કિસ્સા ઉપરથી સમાજે બોધ પાઠ લેવા જેવો ખરો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here