મોવિયાના સંત શ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યાના ઠાકરના દર્શને પુ. જીજ્ઞેશદાદા 

0
31
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મોવિયા ધામની અતી પૌરાણિક દેહાણની જગ્યા એવી સંતશ્રી ખીમદાસ બાપુની વડવાળી જગ્યા ના ઠાકર દ્વારા ના દર્શને પ્રસીધ્ધ કથાકાર પુ. જીજ્ઞેષદાદા રાધે રાધે આવ્યા હતા…. જગ્યા માં ચાલતી વિવિધ લોક કલ્યાણ ની સેવાકીય પ્રવૃતી અંગે પુ. મહંતશ્રી ભરતબાપુ અને અલ્પેશબાપુ એ આછેરો ખ્યાલ આપ્યો હતો. તેમજ જગ્યા દ્વારા સચવાયેલ, અતી પોરાણીક 350વર્ષ જુનુ વિદ વિદ સંપ્રદાય ના સંતો દ્વારા લખાયેલુ અને સચવાયેલુ સંસ્કૃત પહેલા ની લીપી ભાષા ના સાહીત્યમાં જુની રામાયણ, પ્રણામી સંપ્રદાય ના કિરતન, પદો, પુષ્ટિ માર્ગીય નુ સાહીત્ય ની જુની હસ્તપ્રતો, શ્રીમદ ભાગવત ની હસ્તપ્રતો વીશે આછેરો ખ્યાલ પુ.જીજ્ઞેષદાદા એ મેળવ્યો હતો.સમાધિની છાયામા સમાધિના ધુપની ભભક પ્રસરતી હોય છે. સમાધિસ્થ થયા પછી પણ સંતો વિચરણ કરતા હોય છે, એ એમની ચેતના નો રણકાર છે. સંતશ્રી ખીમદાસ બાપુ દ્વારા શરુ કરવામાં આવેલુ અન્ક્ષેત્ર આજે પણ એમની પરંપરા ના સંતો દ્વારા ચલાવવામાં આવી રહ્યુ છે અને અભ્યાગતો ને લોકડાઉન ના કપરા સમયમાં પણ રોટલો અને ઓટલો પુરો પાડવામાં આવ્યો હતો. સંતોનુ સ્વાગત સન્માન પુ. મહંતશ્રી ચંદ્વેષબાપુ શીવમબાપુ, ધીરુભાઇ ધડુક અને મહેશભાઇ ટારીયા, વસંતભાઇ હીરાણી, શશીકાન્તએ કર્યુ હતુ.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here