ગોંડલ નગરપાલિકા ચૂંટણીના 32 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે જેને લઈને શહેર માં ગોંડલ ડિવિઝન DYSP, CISF ના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

0
31
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગોંડલ માંડવી ચોક – મોટી બજાર – ચોરડી દરવાજા – નાની બજાર – સ્વામિનારાયણ મંદિર થી ગુંદાળા દરવાજો – જેલ ચોક – ત્રણ ખુણીયો – બસ સ્ટેન્ડ – ગુંદાળા ચોકડી, જેતપુર રોડ, મોવિયા ચોક, ભગવતપરા સહિત ના વિસ્તારો માં DYSP પી.એ.ઝાલા, ગોંડલ શેહર PI એસ.એમ.જાડેજા, PSI બી.એલ. ઝાલા, ડી.પી.ઝાલા – VP કનારા ગોંડલ તાલુકા PSI એમ.જે.પરમાર ગોંડલ મહિલા પોલીસ PSI ઠાકોર, કોટડા PSI VK ગોલવેકર, LCB, SOG, ડી સ્ટાફ, અને પોલીસ સ્ટાફ દ્વારા ગોંડલ શહેર માં સંવેદનશીલ વિસ્તારો માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

ભગવતપરા, શિશુવિહાર, ખોજા કબ્રસ્તાન, સરગમ પાર્ક, નાગનાથ આંગણવાડી, પશુ દવાખાના, માંધાતા પાર્ટી પ્લોટ, તાલુકા શાળા નંબર છ, નાની મોટી બજારમાં આવેલી વચલી શેરી, હવેલી શેરી સરવૈયા શેરી, સંઘાણી શેરી, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ, ઘણચોક, તાલુકા શાળા નંબર 16, જયશ્રીનગર તેમજ વિજયનગરની આંગણવાડી સહિત ટોટલ 32 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ 90 બુથ ઉપર પોલીસ, હોમગાર્ડ, અને CISF ના જવાનો તૈનાત રાખવામાં આવનાર છે.

સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ બુથ ઉપર પોલીસ જવાનો, અને CISF ના જવાનો પણ તૈનાત રહેશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here