તમારા કામનું / સેકન્ડ હેન્ડ કાર લેવાનું વિચારતા હોય તો આટલી બાબતનું ધ્યાન રાખજો નહીંતર ગાડી મોંઘી પડશે.

0
106
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જુની ગાડી ખરીદતા પહેલા એક બાબત જરુરથી યાદ રાખજો, પૂરી તપાસ કરીનેજ ગાંડી ખરીદવાનો આગ્રહ રાખજો, આ ટ્રીકથી જાણી શકશો કે ડીલર તમને એક્સિડેન્ટલ કાર તો નથી વેચી રહ્યો.

 • જુની કાર ઓનલાઇન કરતા ઓફલાઇન ખરીદો
 • ડીલર પાસે કાર ખરીદો તો પૂરી ચેક કરો
 • ગાડીને ઉપર નીચે બધે થી તપાસી લો

જુની ગાડીની ડિમાન્ડને લીધે ફ્રોડનાં કેસ વધ્યા

આજકાલ મોટાભાગનાં લોકો 4 વ્હિલરમાં ફરવાનું વધારે પસંદ કરે છે. જે લોકોની આર્થિક સ્થિતિ વધારે સારી હોય તેઓ નવી ગાડી લેતા હોય છે અને જેમનું બજેટ ઓછુ હોય છે તેઓ સેકન્ડ હેન્ડ કાર લેવાનું પસંદ કરતા હોય છે. માર્કેટમાં સેકન્ડ હેન્ડ કારનું પણ એક સેગમેન્ટ છે. જોકે સેકન્ડ હેન્ડ ગાડીઓની વધતી ડિમાન્ડને લીધે તેમાં ફ્રોડના કેસ પણ વધી રહ્યાં છે. તેમાં પણ જો તમે ઓનલાઇન કાર ખરીદી રહ્યાં છો તો તમારે વધારે ધ્યાન રાખવાની જરુર છે. ઓનલાઈનમાં તમને બીજી કાર બતાવીને અન્ય કાર વેચી દેવામાં આવે છે.

કારની કન્ડિશન જોઈ એક્સિડન્ટનો ખ્યાલ મેળવી લો

સેકન્ડ હેન્ડ કાર ઓનલાઇનની જગ્યાએ ઓફલાઇન ખરીદવાનો આગ્રહ રાખવો. તેમાં પણ જો જુની કાર ખરીદો તો પૂરી તપાસ કરીને જ તેને ખરીદો. કારની કન્ડિશન જોઈને જ તેને ખરીદો તેમાં પણ તે કાર એક્સિડેન્ટલ નથી તેનું ધ્યાન રાખો. જ્યારે તમે જુની કાર ખરીદવા જાઓ છો ત્યારે ડીલર તમને તેની બધી ખાસીયતો અંગે જણાવશે પણ તમને એ નહીં બતાવે કે તે કાર એક્સિડેન્ટલ છે કે નહીં.

કારની ચેસિસ જોઈ લો

એક્સ્પર્ટનું કહેવુ છે કે કારની ચેસિસ, ડૂમ અને પિલરથી કારનાં એક્સિડન્ટ અંગે જાણી શકાય છે. કાર ખરીદતી વખતે ચેસિસની નીચેની તરફ બધી બાજુ જોઈ લો. ત્યાં કોઈ પણ પ્લે કે બેન્ડ તો નથીને. જો કોઈ બેન્ડ કે પ્લે નજર આવે તો સમજી લો કે કાર એક્સિડેન્ટલ છે. તે ઉપરાંત કારની સ્થિતિ ચેક કરવા માટે કારનાં પિલર્સને પણ વ્યવસ્થિત રીતે ચેક કરીલો. પિલર્સને જોઈને પણ કાર એક્સિડેન્ટલ છે કે નહીં તેનો ખ્યાલ આવી જશે. કારનાં દરવાજા ખોલશો તો ત્યાં પિલર્સ પર લાગેલા રબરને હટાવીને ચેક કરી લેવુ. જો ત્યા વધારે ડોટ દેખાય અથવા તો તેમાં ક્રેક કે જોઈન્ટ દેખાય તો ગાડી એક્સિડેન્ટલ સમજી લેવી.

બોનેટ ખોલીને ડૂમને પણ ચેક કરો

કારનાં ડૂમને પણ ચેક કરીને પણ એક્સિડેન્ટની જાણકારી મેળવી શકાય છે. તેના માટે બોનેટ ખોલીને એન્જિનની પાછળ જ્યાં સસ્પેન્શન લાગેલુ હોય છે ત્યાં ડૂમ હોય છે જેનાં પર સસ્પેન્શન ટકેલુ હોય છે. જો તે ભાગ ક્ષતિગ્રસ્ત હોય તો સમજો કે ગાડીનું એક્સિડન્ટ થયું છે. ડૂમ પર કંપનીનું પેસ્ટિંગ હોય છે, જે એક્સિડન્ટ બાદ નીકળી જાય છે. તેને બીજી વાર નથી લગાડી શકાતુ.

ગાડીને દૂરથી પણ ચેક કરી શકાય છે

તે ઉપરાંત ગાડીની ઓળખ કરવા માટે કારને એક સમતલ જગ્યા પર ઉભી રાખો અને દૂરથી કારને આગળ અને પાછળથી જોઈને તેની બનાવટ પર ધ્યાન આપો. જો ગાડીનાં શેપમાં કોઈ અંતર દેખાય તો સમજી લો કે ગાડીનું એક્સિડન્ટ થયું છે. હેચબેક કારમાં 6થી 7 ફૂટ અને એસયુવી કારને તમે 9થી 10 ફૂટ દૂરથી જોઈ શકો છો. જો કોઈ ભાગ ઉઠેલો કે બેસેલો જણાય તો તેનાંથી પણ એક્સિડન્ટનો ખ્યાલ મેળવી શકાય છે. તમને જ્યાં પણ શંકા લાગે ત્યાંથી રબર ખોલીને પીલર્સની પેસ્ટિંગ ચેક કરી લો. એકવાર એક્સિડન્ટ થયા બાદ તેની પસ્ટિંગ બગડી જાય છે જે ફરીથી ઠીક નથી થઈ શકતી.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here