સમગ્ર દેશમાં વૉટ્સઍપ પ્રાઇવસી વિવાદ બાદ લોકો તેનુ રિપ્લેસમેન્ટ શોધી રહ્યાં છે ત્યારે તમારી સેટિંગમાં કેટલાક ફેરફાર જરૂરી બન્યા છે.
- વૉટ્સઍપમાં કરી દો આ ફેરફાર
- હૅક થવાની સંભાવના ઘટી જશે
- નહી કરો ફેરફાર તો થશે અકાઉન્ટ હૅક
જો તમારે તમારુ અકાઉન્ટ હેક થતા બચાવવું છે તો સેટિંગ્સમાં કેટલાક બદલાવ ખુબ જ જરૂરી છે. સાઇબર સિક્યોરીટીના જાણકારોનું કહેવું છે કે હેકર્સ ડિવાઇસને આસાનીથી હેક કરી શકે છે.
આ રીતે રહે છે ખતરો
દુનિયાભરમાં વૉટ્સઍપના રિપ્લેસમેન્ટ તરીકે નવી નવી ઍપ્સ આવવા લાગી છે. કેટલાક મહિના પહેલા ઇઝરાયલની એક કંપની પર પ્રભાવશાળી લોકોના વૉટ્સઍપ હેક કરવાના આોપ લાગ્યા હતો. જ્યારે વૉટ્સઍપ પર લોગ ઈન કરો છો ત્યારે તમને એક મેસેજ આવે છે અને જો હેકરના હાથમાં તમારો ફોન લાગી જાય છે તો પ્રિવ્યૂ લોક સ્ક્રીન પર તમે મેસેજ દેખાય તેવું સેટિંગ રાખ્યુ છે તો આરામથી તમારુ અકાઉન્ટ હેક થઇ શકે છે.
સેટિંગમાં કરો આ બદલાવ
વૉટ્સઍપમાં યુઝર્સને ટુ-સ્ટેપ વેરિફિકેશન નામનુ એક ફીચર મળે છે. તમારે તેમાં 6 ડિજીટનો એક કોડ સેટ કરવાનો રહે છે અને જ્યારે પણ તમે નવા ડિવાઇઝમાં લોગ ઇન કરશો તો તમારી પાસે આ કોડ માંગશે. આ કોડ તમને વચ્ચે પણ પૂછી શકે છે. તે બાદ ટુ-સ્ટેપ વેરિફીકેશન એક્ટીવેટ કરવા માટે તમારી વૉટ્સઍપ ઓપન કરવુ પડશે. ત્યાં સેટિંગમાં જઇને આ ઓપ્શનને એક્ટિવેટ કરી દો. જેનાથી તમારુ એકાઉન્ટ હેક થવાની સંભાવનાઓ ઘટી જશે.