વધુ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામિ આવ્યા વિવાદમાં, 26 વર્ષીય પરણિતાને લઈને ફરાર

0
264
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં વર્ષોથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે મંદિરના સંચાલનને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.આ ઝગડો સાધુની હત્યા અને હત્યાના પ્રયાસ સુધીપહોંચ્યો છે.ત્યારે હવે આ જ મંદિરના સાધુની એક કરતૂત સામે આવી છે. જેને લઈને વડતાલ સ્વામીનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મંદિરના સ્વામી 26 વર્ષીય પરિણીતા સાથે ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેવો આક્ષેપ મહિલાના પતિએ લગાવ્યા છે.

મહિલાના પતિનો આક્ષેપ છે કે સ્વામી મારી પત્ની સાથે ભાગી ગયા છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. મહિલાના પતિએ પોલીસ પર પણ આક્ષેપ કરતા કહ્યું છે કે પોલીસ કોઈ પગલાં નથી ભરી રહી. મહિલાના પતિએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સ્વામી પોતાની હવસ સંતોષાયા બાદ તેની પત્નીની હત્યા કરીને લાશ સગેવગે કરી દેશે.

વડતાલ સ્વામીનારાયણ મંદીરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે ત્યારે મંદિરના આસપાસના વિસ્તારમાંથી એક 26 વર્ષની પરિણીતા ગુમ થઈ છે. મહિલા ગુમ થઈ હતી તે દિવસથી જ મંદિરના મુખ્ય કોઠારી આધારસ્વરૂપ સ્વામી પણ ગુમ થયા છે. જે બાદ હિલાના પતિએ આક્ષેપ લગાવ્યો છે કે આધારસ્વરૂપ સ્વામી જ તેની પત્નીને લઈને ફરાર થયા છે.

મંદિરના તંત્રએ જ્યારે સ્વામીના રૂમની તપાસ કરી તો ત્યાંથી સ્વામીનો સામાન પણ ગાયબ થયો હતો. વધુ તાપસ કરતા સ્વામીનો મોબાઇલ નંબર પણ બંધ આવી રહ્યો છે. જ્યારે મહિલાનો મોબાઇલ નંબર પણ બંધ છે. આ જાણકારી મળ્યા બાદ મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મહિલાના પતિની ફરિયાદ પ્રમાણે તેની પત્ની આઠમી ફેબ્રુઆરીથી ગાયબ થઇ છે. આ મામલે ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે 10મી ફેબ્રુઆરીના રોજ પત્ની ગુમ થઈ હોય તેવી જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ કરેલી પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે આધારસ્વરૂપ સ્વામી તેની પત્નીને મોહજાળમાં ફસાવીને ફરાર થયા છે. ઉપરાંત તેઓ પોતાની હવસ સંતોષાયા બાદ પત્નીની હત્યા કરી નાખશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here