સુરતમાં પુણા ની હરિધામ સોસાયટી ની બહાર ખાડી માં ફીણ નાં ઢગલાં જોવા મળ્યાં

0
36
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરત મહાનગરપાલિકા નાં વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા કેટલીક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફીણ નાં ઢગલાં જોવા મળી રહ્યાં છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી નો પ્રવાહ અટકતા આ પ્રકારની સમસ્યા થઈ રહી છે ઢગલેબંધ ફીણ નાં કારણે લોકોમાં ગભરાત જોવા મળી રહ્યો છે જોકે પાલિકા તંત્ર કહે છે કે આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાડી નું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશે વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં અર્ચના ખાલી ની બાજુમાં હરિધામ સોસાયટી આવી છે આ સોસાયટી બરોબર ખાડીના કિનારે આવેલી છે છેલ્લા કેટલાક દિવસથી ખાડી ની ઉપર ફીણ નાં ઢગલે ઢગલાં જોવા મળી રહ્યાં છે આ ફીણ નાં ઠગલાં મોટી માત્રામાં હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે લોકોમાં એવો ગભરાટ છે કે આ પાણીને કારણે રોગચાળો ફેલાય શકે છે જોકે પાલિકા તંત્ર સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ગભરાવાની વાત નથી પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે અને ટ્રિપ કરેલું પાણી છે હાલમાં ખાડી ડેવલોપમેન્ટ નું કામ ચાલી રહ્યું છે આ ખાડી ને પેક કરીને તેના પર રોડ અને બ્યુટીફીકેશન નું કામ થશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોસેસ કરેલું પાણી છોડાય છે ખાડી નું મુખ નાનું થતાં આ પ્રકારનું ફિણ જોવા મળે છે જોકે આનાથી કોઈનાં આરોગ્યને ખતરો નથી.

ક્રિશાંગ ગાંજાવાલા
સુરત


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here