વિરાટ કોહલીએ કહ્યુ, અનુષ્કા મારી તાકાતનો આધાર સ્તંભ છે, તે યોગ્ય વિચારે છે અને સમજે છે.

0
78
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એ પોતાની પત્નિ અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની શક્તિનો આધાર હોવાનુ કહ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે, અનુષ્કા ખૂબ સારી રીતે સમજે છે. તે એ વાતનો જવાબ આપી રહ્યા હતા કે, મેદાન પર તેનુ પ્રદર્શન કેટલુ ટેકનીક અને માનસિકતા ભરેલ હતુ. વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, તેમના માટે 70 ટકા ટેકનીક છે. જોકે માનસિક રુપ થી, અનુષ્કાની સાથે તેમની વિસ્તૃત વાતચિત ખૂબ જ મદદગાર છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, અનુષ્કા અને મારા વચ્ચે મનની જટીલતાને લઇને વિસ્તૃત વાતચીત થતી રહે છે. તે મારા માટે તાકાત નો સ્તંભ રહી છે. કારણ કે, ખુદ એક એવા સ્તર પર છે જ્યા, તેને ખૂબ સારી નકારાત્મકતા થી સંઘર્ષ કરવો પડે છે. એટલા માટે જ તે મારી સ્થિતીને સમજે છે અને હું એની સ્થિતીને સમજુ છુ.

વિરાટ એ કહ્યુ કે, જો તેના જીવનમાં અનુષ્કા ના હોત તો કદાચ તેની પાસે સ્પષ્ટતા ના હોતી. તેમણે કહ્યુ હતુ કે, તે બિલકુલ યોગ્ય વિચારી શકે છે, કે હું શુ વિચારુ છુ. વિરાટ એ કહ્યુ હતુ કે, તે અને અનુષ્કા બંને એક બીજા સાથે ક્વોલીટી સમય પસાર કરવાનુ પસંદ કરે છે. અમે એકબીજા સાથે રહેવાનુ પસંદ કરીએ છીએ. આના માટે અન્ય કોઇ સ્પષ્ટીકરણ નથી. અમે જે રીતી જીવનમાં આગળ વધી રહ્યા છીએ, તે સાથે જ એ અહેસાસ થતો રહે છે કે, એક સાથે સમય વિતાવવો સૌથી વધારે મહત્વ ધરાવે છે.

કોહલીએ આગળ પણ વાત કરતા કહ્યુ કે, આપ હંમેશ માટે આવી સફરમાં છો. બાકી બધુ જે તમે કરો છે તે તો એક હિસ્સો છે. તમે બધુ જ કરી ને ઘુળ ખાવા છતાં પણ તમે વર્ષો સુધી એ જ રસ્તા પર ચાલતા રહો છો. આપનો પરિવાર વધી રહ્યો છે. બધુ જ આગળ વધી રહ્યુ છે. જોકે આમ છતાં પણ તમે બે લોકો છો કે એક બીજા સાથે રહેવા માટે પંસદગી કરી છે. સાથે આવવા અને જીવનમાં આગળ વધવા માટે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here