અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન બનશે

0
11
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમેરિકામાં નોકરી-વ્યવસાય કરતા ભારતીયો માટે આનંદના સમાચાર છે. પ્રમુખ જૉ બાઈડનનું વહીવટીતંત્ર યૂએસ સિટીઝનશિપ એક્ટ-2021 લાવવાનું છે, જેને લીધે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન બનશે. નવો કાયદો રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ ઈસ્યૂ કરવા માટે દેશ-દીઠ મૂકવામાં આવતી ટોચમર્યાદાને નાબૂદ કરશે.

અમેરિકામાં કાયમી વસવાટનો હક મેળવવાની રાહ જોઈ રહેલાં તમામ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ વ્યક્તિઓ તથા નોકરિયાત લોકો માટે આ નવો કાયદો ઘણી રાહત આપનારો હશે. આ કાયદાને ગુરુવારે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં રજૂ કરવામાં આવનાર છે. જે લોકો અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે 10 વર્ષ કે તેથી વધારે સમયથી રાહ જોઈ રહ્યાં છે એમને તાત્કાલિક રીતે કાયદેસર કાયમી વસવાટનો અધિકાર પ્રાપ્ત થશે, કારણ કે વિઝા-મર્યાદામાંથી એમને બાકાત કરી દેવામાં આવશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here