વિશ્વને પાછળ રાખી રશિયાએ સૌથી પહેલાં તેની વેક્સિન માર્કેટમાં મૂકી દીધી

0
394
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મોસ્કોના ક્લિનિક્સને વેક્સિનના ડોઝ પહેલા અપાશે : આવતા મહિનાથી વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરાશે

કોરોનાનો કહેર રોકવા અમેરિકા, બ્રિટન, ચીન, ભારત સહિત અનેક દેશો વેક્સિન બનાવી રહ્યા છે. રશિયાએ થોડા દિવસ પહેલાં આખા વિશ્વમાં સૌથી પહેલાં તેની વેક્સિન માર્કેટમાં મૂકી દીધી છે. હાલ રશિયામાં પ્રાયોરિટી મુજબ લોકોને વેક્સિન અપાઈ રહી છે. આ અઠવાડિયાથી ત્યાં નાગરિકોને તેણે ડેવલપ કરેલી વેક્સિન Sputnik V આપવાની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.રશિયાની ગેમલેયા રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા આ રસી બનાવવામાં આવી છે.

સંસ્થાના ડેપ્યુટી ડિરેક્ટરના જણાવ્યા મુજબ આ અઠવાડિયાથી લોકોને કોરોનાની રસી આપવા સરકારનું આરોગ્ય મંત્રાલય મંજૂરી આપી શકે છે. થોડા દિવસ પહેલાં તેનું પરીક્ષણ કરાયું હતું અને થોડા દિવસોમાં જ તેના ઉપયોગની પરમિશન મળી જશે. ખાસ કરીને 10 કે 13 સપ્ટેમ્બર સુધીમાં નાગરિકો માટે ઉપયોગની પરવાનગી મળે તેવી આશા છે. આરોગ્ય મંત્રાલયની દેખરેખ લોકોને હેઠળ વેક્સિન આપવામાં આવશે.

મોસ્કોના ડેપ્યુટી મેયર એનાસ્ટેશિયા રાકોવાએ કહ્યું હતું કે મોસ્કોના રહીશોને વેક્સિનની પહેલી બેચ મળશે. મોસ્કોની આઉટપેશન્ટ ક્લિનિક્સને વેક્સિનના ડોઝ પહેલા પહોંચાડવામાં આવશે. ડોઝ મળ્યા પછી તે નાગરિકોને આપવાની શરૂઆત કરાશે. રશિયાએ ક્લિનિકલ ટ્રાયલ પહેલાં જ કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.

લેન્સેટના જણાવ્યા મુજબ અનેક લોકોને વેક્સિન આપવામાં આવ્યા પછી લોકોમાં તેની કોઈ આડઅસર જણાઈ ન હતી. 18થી 60 વર્ષની વય જૂથના 38 તંદુરસ્ત લોકોને બે વખત વેક્સિનના ડોઝ અપાયા હતા. આ વેક્સિન સલામત તેમજ કોઈ આડઅસરો જણાઈ ન હતી. રશિયાના જણાવ્યા મુજબ આ મહિનાથી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરાશે. રશિયાના સંરક્ષણપ્રધાન સર્ગેઈ શોઈગુ સહિત અનેક નેતાઓને આ વેક્સિન આપવામાં આવી છે


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here