૩૪ વર્ષથી કેદ હાથીને મળશે આઝાદી!

0
224
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પાકિસ્તાનમાં કેદ હાથીની મુક્તિ માટે દુનિયાભરનાં પ્રાણી પ્રેમીઓએ ઝુંબેશ ચલાવી હતી

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં ૩૪ વર્ષથી એક પ્રાણીસંગ્રહાલયમાં કેદ રખાયેલા હાથીને અંતે મુકત કરાશે.પાકિસ્તાનની એનિમલ રાઈટસ માટેની સંસ્થાના પ્રયત્નો બાદ આ હાથીને હવે આઝાદી મળશે. કાવન નામના આ હાથી માટે ફોર પોઝ નામની સંસ્થા લડી રહી હતી.

સંસ્થાના પ્રવક્તાએ કહ્યું હતું કે, હાથીને ટ્રાવેલ માટેનું મેડિકલ એપ્રુવલ મળી ચુક્યું છે.હવે તેને કંબોડિયા લઈ જવાશે જ્યાં તે બીજા હાથી સાથે વધારે સારી સ્થિતિમાં રહેશે. આ પહેલાં હાથીના સ્વાસ્થયની તપાસ કરવામાં આવી હતી. કાવન નામના હાથીની મુક્તિ માટે દુનિયાભરમાં પ્રાણી પ્રેમીઓએ ઝુંબેશ ચલાવી હતી.

કાવન હાથી રોજ ૨૦૦ કિલો શેરડી ખાય છે તેના મગજને કોઇ કસરત કરાવવામાં આવી ન હોવાથી કલાકો સુધી પોતાના માથા અને સુંઢને આમ તેમ હલાવ્યા સિવાય કશું જ કરતો નથી. આ હાથી દેખરેખ અને કાળજી વગર બોર થઇ ગયો છે તેનામાં શકિત ઘણી છે પરંતુ કેળવ્યો ન હોવાથી માણસ નજીક આવે તે ગમતું નથી. આથી ડોકટરોને તેની સારવાર અને તપાસમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

થોડાક વર્ષ પહેલાં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન કેલિફોર્નિયાના મહિલા વેટરનરી ડોકટરે ઇસ્લામાબાદના ઝુની પોલ ખોલી હતી. આ પ્રાણીઓની જોઇએ તેટલી સારી દેખભાળ કરવામાં આવતી નથી. બે સિંહ અને બે શાહમૃગને બીજે ક્યાંક વસાવવાના પ્રયાસના થોડા દિવસ પહેલાં જ મરી ગયા હતાં. કાવન હાથીને ઇસ ૧૯૮૫માં શ્રીલંકાએ પાકિસ્તાનને ભેટમાં આપ્યો હતો પરંતુ પાકિસ્તાન તેને પણ સાચવી શકયું નહોતું. ૨૮ વર્ષથી હાથીને સાંકળથી બાંધી રાખવામાં આવતો હતો તેને ખોરાક આપવાને બાદ કરતાં બીજી કશીક કાળજી રખાતી ન હતી સ્થાનિક સ્તરે પણ ઝુના પ્રાણીઓની ખરાબ દશાનો વિરોધ થવા લાગ્યો હતો. વાત કોર્ટ સુધી પહોચતા પ્રાણી સંગ્રહાલયના જાનવરોની સ્થિતિ એટલી ખરાબ હતી કે કોર્ટના એક જજે તમામ પ્રાણીઓને બીજા કોઇ સ્થળે લઇ જવાનો આદેશ કર્યો હતો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here