17 ઓગસ્ટથી સૂર્ય-શનિનો અશુભ યોગ પૂર્ણ થશે, 8 રાશિના જાતકો માટે શુભ સમય શરૂ

0
49
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

સૂર્યના રાશિ પરિવર્તન થવાથી મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

17 ઓગસ્ટ, સોમવારે સૂર્ય પોતાની જ રાશિ એટલે સિંહ રાશિમાં આવી જશે. જેથી સૂર્યનો શુભ પ્રભાવ વધી જશે. આ રાશિમાં આ ગ્રહ 16 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન બધી જ રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના સિંહ રાશિમાં આવી જવાથી તેને સિંહ સક્રાંતિ કહેવામાં આવશે. 16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં છે અને દુશ્મન ગ્રહ એટલે શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો છે. આ અશુભ યોગના કારણે અનેક લોકો છેલ્લાં એક મહિનાથી પરેશાન છે. પરંતુ 17 ઓગસ્ટના રોજ સૂર્યના રાશિ બદલવાથી અનેક લોકોને આ અશુભ યોગથી રાહત મળવા લાગશે. સૂર્યના પ્રભાવથી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોના જીવનમાં સારા ફેરફાર થવાની સંભાવના છે. ત્યાં જ, મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.12 માંથી 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશેઃ-

8 રાશિના જાતકો માટે શુભઃ-

વૃષભઃ- સૂર્યના પ્રભાવથી સરકારી પ્રોપર્ટી મળી શકે છે. માનસિક સંતુષ્ટિ મળશે. લગ્નજીવન માટે સારો સમય રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોને કામકાજમાં સફળતા મળવાના યોગ છે.

મિથુનઃ- સરકાર તરફથી ફાયદો મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને સફળતા મળી શકે છે. મહેનત વધશે પરંતુ સફળતાના યોગ છે. લેખન અથવા મીડિયા સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે.

કર્કઃ- પારિવારિક જીવન માટે સમય શુભ રહેશે. આવક વધી શકે છે. દાંપત્ય જીવન માટે સમય શુભ છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળશે. ધનલાભ થઇ શકે છે.સિંહઃ- લીડરશીપ અને મેનેજમેન્ટ ક્વોલિટી વધશે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. પ્રમોશનના યોગ છે. રોજિંદા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. આત્મવિશ્વાસ વધશે. અટવાયેલાં કામ પૂર્ણ થઇ જશે.તુલાઃ- મિત્રો અને ભાઇઓ પાસેથી મદદ મળશે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો માટે સારો સમય રહેશે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. આગળ વધવાના અવસર મળી શકે છે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે.

વૃશ્ચિકઃ- નોકરિયાત લોકોના કામથી અધિકારી પ્રસન્ન રહેશે. નવી જવાબદારી મળી શકે છે. કામકાજના વખાણ થશે. પ્રોપર્ટીમાં ફાયદો મળશે. અટવાયેલું ધન મળી શકે છે. સુખ વધશે. બિઝનેસમાં ફાયદો વધી શકે છે.

ધનઃ- કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ મળશે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. સાથે કામ કરતાં લોકોની પણ મદદ મળશે. નવા કામ શરૂ થશે અને પૂર્ણ પણ થઇ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મીનઃ- સ્વાસ્થ્ય માટે સમય સારો છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળી શકે છે. માનસિક શાંતિ મળશે. દૂર સ્થાનોની યાત્રા થવાના યોગ બની રહ્યા છે. નોકરી કે બિઝનેસમાં ફેરફારમાં સફળતાના યોગ છે.

4 રાશિના જાતકો માટે અશુભઃ

મેષઃ- સૂર્યના રાશિ બદલવાથી મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું. લવ લાઇફ માટે સમય ઠીક નથી. મનમુટાવ થવાના યોગ બની રહ્યા છે. ખોટાં વચનો આપવા નહીં. દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે છે. નોકરિયાત લોકોએ કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવું. દરેક કામ સાવધાની સાથે કરવાં. ઓફિસમાં થતી રાજનીતિથી પોતાને દૂર રાખવાં. સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું.

કન્યાઃ- કામકાજમાં ચુનોતીઓ વધી શકે છે. ફાલતૂ ખર્ચ વધવાના યોગ છે. આંખ સાથે સંબંધિત પરેશાની થઇ શકે છે. વાહન ચલાવતી સમયે સાવધાન રહેવું. આળસના કારણે અસફળ થઇ શકો છો.

મકરઃ- દુશ્મનોના કારણે પરેશાન થઇ શકો છો. રહેવા અને કામકાજની જગ્યામાં ફેરફાર થવાના યોગ છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. યાત્રાઓમાં નુકસાન થઇ શકે છે.

કુંભઃ- દાંપત્ય જીવન માટે સમય ઠીક નથી. પારિવારિક મામલે વિવાદ થઇ શકે છે. વૈચારિક મતભેદ થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. રોજિંદા કામકાજમાં તણાવ વધી શકે છે.


Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here