વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી લીધે લેવાયો નિર્ણય

પોરબંદર. દર વર્ષે ૧૫મી ઓગષ્ટે સમુદ્રમાં થતુ ધ્વજ-વંદન આ વખતે કોરોનાની મહામારીને લીધે કરવામાં આવશે નહીં જેની પોરબંદરવાસીઓએ નોંધ લેવી. પોરબંદરની શ્રીરામ સી સ્વીમીંગ ક્લબ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી સ્વાતંત્રતા-પર્વ અને ગણતંત્ર-પર્વ નિમીતે પોરબંદરની ચોપાટીના સમુદ્રની વચ્ચોવચ્ચ ધ્વજ-વંદન કરવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી ફેલાઇ હોય અને તેનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા ચોપાટી પર 144 ની કલમ લાગુ કરવામાં આવેલ હોય અને એકસાથે વધુ લોકો ભેગા ન થાય તેવી માર્ગદર્શિકા આપવામાં આવેલ હોય, જેથી આવાનારી 15 મી ઓગષ્ટે સ્વતંત્રતા પર્વ નિમીતે પોરબંદરની ચોપાટી પર શ્રીરામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજ-વંદન કરવામાં આવશે નહિ, તેમ સંસ્થાના પ્રમુખે એક યાદીમાં જણાવ્યુ છે.