ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દિલ્હી- NCR, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત 21 સ્થળો પર દરોડા પાડીને 1000 કરોડ રૂપિયાથી વધુનું હવાલા ટ્રાન્ઝેક્શન પકડી પાડ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલાક ચાઈનીઝ નાગરિકો અને તેમના ભારતીય સહયોગીઓની જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કેટલાક ચાઈનીઝ લોકો ભારતમાં પોતાના સહયોગીઓ સાથે મળીને મની લોન્ડરિંગ અને હવાલા ટ્રાન્જેક્શનનું કામ કરી રહ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચાઈનીસ લોકોના કહેવાથી અંદાજીત 40 બેંક એકાઉન્ટ ડમી શાખાઓના નામે ખોલવામાં આવ્યા હતા. આ ખાતાઓમાં અંદાજીત 1000 કરોડ રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા હતા.
ચાઈનીઝ કંપનીઓની સબ્સિડિયરી કંપનીઓ અને સંબંધિત લોકોએ શેલ કંપની બનાવી ભારતમાં નકલી બિઝનેસ કરવાના નામ પર અંદાજીત 100 કરોડ એડવાન્સ લીધા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ પૈસાથી હવાલા બિઝનેસ કરવામાં આવ્યો છે. આ કામમાં અનેક બેંક કર્મચારી અને ચાર્ટર્ડ એકાઉન્ટ સંડોવાયેલા છે.