ક્રૂડ તેલના વાયદાના ભાવમાં મામૂલી સુધારો: કોટનમાં બેતરફી વધઘટ: કપાસ, મેન્થા તેલમાં સુધારો: સીપીઓમાં નરમાઈનો માહોલ: સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.૨,૨૨,૪૨૮ કરોડનું નોંધપાત્ર ટર્નઓવર

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૭થી ૧૩ ઓગસ્ટના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં ૩૬,૧૧,૯૫૯ સોદાઓમાં કુલ રૂ.૨,૨૨,૪૨૮.૪૮ કરોડનું નોંધપાત્ર ટર્નઓવર થયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨,૯૧૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪,૯૭૫ તૂટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં મામૂલી સુધારા સામે નેચરલ ગેસમાં મિશ્ર વલણ હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં બેતરફી વધઘટ હતી. કપાસ અને મેન્થા તેલમાં સુધારા સામે સીપીઓમાં નરમાઈનો માહોલ હતો.
સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫,૯૬૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૬,૧૯૧ અને નીચામાં રૂ.૪૯,૯૫૫ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૫૫,૮૪૫ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨,૯૧૫ (૫.૨૨ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૫૨,૯૩૦ના સ્તરે બંધ થયો હતો.
ગોલ્ડ-ગિનીનો ઓગસ્ટ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૫,૪૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨,૩૯૩ (૫.૨૮ ટકા)ના ઘટાડા સાથે રૂ.૪૨,૯૬૮ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૫,૬૧૪ અને નીચામાં રૂ.૩૯,૬૫૨ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓગસ્ટ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૭૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૦૯ (૫.૪૩ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૩૮૨ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫,૭૪૮ અને નીચામાં રૂ.૪,૯૫૯ બોલાયો હતો.
સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૬,૩૫૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૬,૪૯૯ અને નીચામાં રૂ.૫૦,૦૨૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૨,૯૬૯ (૫.૨૯ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૫૩,૧૪૮ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૭૭,૯૪૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૭,૯૪૯ અને નીચામાં રૂ.૬૦,૯૧૦ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૭૬,૦૫૨ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪,૯૭૫ (૬.૫૪ ટકા)ના ઘટાડા સાથે રૂ.૭૧,૦૭૭ના સ્તરે બંધ થયો હતો.
ચાંદી-મિની ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૭૬,૨૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૭,૮૩૩ અને નીચામાં રૂ.૬૦,૯૪૬ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૭૫,૯૦૬ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪,૮૩૩ (૬.૩૭ ટકા)ના ઘટાડા સાથે રૂ.૭૧,૦૭૩ના સ્તરે બંધ થયો હતો.
ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૭૬,૧૮૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૭૮,૮૮૮ અને નીચામાં રૂ.૬૦,૯૩૪ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪,૮૩૦ (૬.૩૬ ટકા) ઘટી બંધમાં રૂ.૭૧,૦૬૨ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૫૧૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૨.૩૫ (૨.૩૯ ટકા) ઘટી રૂ.૫૦૩.૬૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૧,૧૦૧.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૬.૩૦ (૩.૨૯ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૦૬૫.૬૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૧૪૬.૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૭૫ (૧.૮૭ ટકા) ઘટી રૂ.૧૪૪.૧૫ના સ્તરે રહ્યો હતો. સીસું ઓગસ્ટ વાયદો રૂ.૧૫૪.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૦૫ (૦.૬૮ ટકા) ઘટી રૂ.૧૫૩.૬૦ અને જસતનો ઓગસ્ટ વાયદો રૂ.૧૯૦.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૯૦ (૨.૦૪ ટકા) ઘટી રૂ.૧૮૭.૩૫ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૧૫૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૨૦૭ અને નીચામાં રૂ.૩,૦૮૪ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૭ (૦.૨૨ ટકા)ના સુધારા સાથે બંધમાં રૂ.૩,૧૫૯ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૬૨.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૨૦ (૦.૭૩ ટકા) ઘટી રૂ.૧૬૨.૩૦ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના ત્રણેય વાયદાઓમાં ગાંસડીદીઠ રૂ.૬૦થી રૂ.૪૬૦ની રેન્જમાં મિશ્ર વધઘટ રહી હતી. કોટનનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૬,૪૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૪૯૦ સુધી અને નીચામાં રૂ.૧૬,૨૧૦ સુધી જઈ, આગલા સપ્તાહનાં રૂ.૧૬,૪૩૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૬૦ (૦.૩૭ ટકા)ના ઘટાડા સાથે રૂ.૧૬,૩૭૦ના સ્તરે બંધ થયો હતો.
કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૮૩ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૯૯૯ અને નીચામાં રૂ.૯૭૮ સુધી જઈ, આગલા સપ્તાહનાં રૂ.૯૮૪.૫૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૫.૫૦ (૦.૫૬ ટકા) વધી રૂ.૯૯૦ના સ્તરે બંધ થયો હતો.
ક્રૂડ પામતેલ (સીપીઓ)ના ત્રણેય વાયદા ૧૦ કિલોદીઠ રૂ.૮.૭૦થી રૂ.૧૩.૮૦ની રેન્જમાં ઘટ્યા હતા. સીપીઓનો ઓગસ્ટ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૪૯.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦.૨૦ (૧.૩૬ ટકા) ઘટી રૂ.૭૪૧.૯૦ બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૭૫૨.૮૦ અને નીચામાં રૂ.૭૧૯.૪૦ બોલાયો હતો.
મેન્થા તેલનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૯૬૭.૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૦૪ અને નીચામાં રૂ.૯૫૫.૫૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૬.૬૦ (૦.૬૮ ટકા) વધી બંધમાં રૂ.૯૭૮ના ભાવે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં ૪,૯૫,૭૦૮ સોદાઓમાં કુલ રૂ.૬૫,૯૨૮.૪૦ કરોડની કીમતનાં ૧૨૪.૩૫૯ ટન, ચાંદીમાં ૨૩,૩૭,૭૯૧ સોદાઓમાં કુલ રૂ.૧,૦૩,૦૭૦.૫૮ કરોડની કીમતનાં ૧૪,૬૩૩.૮૭૧ ટન, તાંબામાં ૮૨,૨૨૩ સોદાઓમાં રૂ.૧૧,૫૬૯.૧૪ કરોડનાં ૨,૨૭,૩૪૨.૫૦૦ ટન, નિકલમાં ૬૯,૭૧૪ સોદામાં રૂ.૧૨,૦૯૭.૧૮ કરોડનાં ૧,૧૧,૬૨૪ ટન, એલ્યુમિનિયમમાં ૮,૯૭૬ સોદામાં રૂ.૬૯૬.૬૯ કરોડનાં ૪૭,૭૦૦ ટન, સીસામાં ૧૮,૪૩૦ સોદામાં રૂ.૧,૫૪૨.૧૪ કરોડનાં ૧,૦૦,૭૧૦ ટન, જસતમાં ૪૮,૪૯૭ સોદામાં રૂ.૫,૦૨૬.૩૭ કરોડનાં ૨,૬૫,૫૨૦ ટન, ક્રૂડ તેલમાં ૨,૦૦,૩૮૩ સોદામાં રૂ.૯,૮૩૭.૪૦ કરોડનાં ૩,૧૧,૬૨,૮૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૩,૩૭,૮૭૪ સોદામાં રૂ.૧૧,૩૭૦.૫૬ કરોડનાં ૬૯,૬૮,૯૧,૨૫૦ એમએમબીટીયૂ, કપાસમાં ૧૯૯ સોદામાં રૂ.૪.૯૮ કરોડનાં ૧,૦૦૮ ટન, કોટનમાં ૧,૧૩૫ સોદામાં રૂ.૬૭.૦૨ કરોડનાં ૪૦,૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૦,૭૦૬ સોદામાં રૂ.૧,૧૮૧.૫૩ કરોડનાં ૧,૬૦,૭૬૦ ટન અને મેન્થા તેલમાં ૩૨૩ સોદામાં રૂ.૩૬.૪૯ કરોડનાં ૩૭૨ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં ૧૮.૭૪૧ ટન, ચાંદીમાં ૫૨૩.૧૩૬ ટન, તાંબામાં ૯,૪૭૨.૫૦૦ ટન, નિકલમાં ૨,૨૦૩.૫૦૦ ટન, એલ્યુમિનિયમમાં ૩,૯૮૦ ટન, સીસામાં ૩,૩૧૦ ટન, જસતમાં ૧૨,૧૦૫ ટન, ક્રૂડ તેલમાં ૧,૧૮,૭૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૯૨,૫૦,૦૦૦ એમએમબીટીયૂ, કપાસમાં ૪૬૦ ટન, કોટનમાં ૫૪,૭૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૫,૮૮૦ ટન અને મેન્થા તેલમાં ૧૬૬ ટનના સ્તરે રહ્યો હતો.