સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાની વાત ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ કરી છે. તેણે ટ્વિટ કરીને આ વાત હી છે. નાહટા ફિલ્મ ઈન્ફોર્મેશન ડોટ સાઈટના એડિટર પણ છે. તેણે પોતાની સાઈટ ઉપર પ્રસિદ્ધ કરેલા વિગતોમાં જણાવ્યું છે કે સંજય દત્તને લંગ કેન્સર છે. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ સંજય દત્ત સારવાર માટે અમેરિકા જશે.

મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. મંગળવાર સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે આ માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ માટે આ બ્રેક લઈ રહ્યા છે.

પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, ’હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ. ’

એક દિવસ પહેલા સંજયને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી. 61 વર્ષીય સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ અહીં તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

શનિવાર, આઠ ઓગસ્ટના રોજ સંજય દત્ત હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ ઙઈછ માટે સ્વોબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ગભરાટ થતી હતી.

સંજયે ટ્વિટર પર લખ્યું હતું, હું તમને બધાને જણાવવા માગું છું કે હું એકદમ સ્વસ્થ છું. હાલ મેડિકલ દેખરેખ હેઠળ છું અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે આવી જઈશ. તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.