-સોનિયાને નેતૃત્વ તથા નીતિશને સંયોજક બનશે
2024ની લોકસભા ચૂંટણી માટે 26 વિપક્ષોની બેંગ્લુરૂમાં મળી રહેલી બેકઠમાં નવો મોરચો રચવા અને તેનું નામ ‘INDIA’ રાખવા નિર્ણય લીધો છે અને તેનુ નેતૃત્વ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપાશે જયારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર મોરચાના સંયોજક હશે.
- Advertisement -
Opposition leaders to address joint press conference after their big meeting in Bengaluru pic.twitter.com/jD3YF5fhKr
— ANI (@ANI) July 18, 2023
- Advertisement -
આ નવા મોરચા ‘INDIA’એ ઇન્ડીયન નેશનલ ડેમોક્રેટીવ ઇન્ટીગે્રટેડ એલાયન્સ તરીકે નિશ્ચીત કરવામાં આવ્યું છે અને સાંજે 4 વાગ્યે વિપક્ષોની એક સંયુકત પત્રકાર પરિષદ યોજાશે અને તેમાં સતાવાર જાહેરાત કરવામા આવશે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ ‘ચગ દે ઇન્ડીયા અને ઇન્ડીયા જીતેગા’ ટવીટ કરવા લાગ્યા છે. કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન પદમાં રસ નહીં હોવાની કરાયેલી જાહેરાત બાદ સોનિયા ગાંધીને મોરચાનું સુકાન સોંપવાની તૈયારી છે અને શરદ પવારે પણ તેમાં સંમતિ આપી છે.
વિરોધ પક્ષોની બીજી મોટી બેઠક પૂરી થઈ ગઈ છે. બેંગલુરુમાં બે દિવસના મંથન પછી, વિપક્ષી દળોના મોટા નેતાઓએ આજે (18 જુલાઈ)ની બેઠકમાં બનેલી યોજના વિશે માહિતી આપી. પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ પણ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને એનડીએ પર નિશાન સાધ્યું હતું.
આ દરમિયાન મમતા બેનર્જીએ રાહુલ ગાંધી તરફ ઈશારો કરીને કહ્યું કે, અમારા ફેવરિટ રાહુલ ગાંધી. તેમણે કહ્યું કે દેશના લોકોનો જીવ જોખમમાં છે, પછી તે દલિત હોય, મુસ્લિમ હોય, હિંદુ હોય કે શીખ હોય. મણિપુર હોય, અરુણાચલ હોય, ઉત્તર પ્રદેશ હોય, દિલ્હી હોય, બંગાળ હોય કે મહારાષ્ટ્ર હોય, સરકારનું એક જ કામ છે સરકાર વેચીને સરકાર ખરીદવી.
#WATCH | "NDA, can you challenge I.N.D.I.A?," asks TMC leader and West Bengal CM Mamata Banerjee in Bengaluru.
The Opposition alliance for 2024 polls is called Indian National Developmental Inclusive Alliance – I.N.D.I.A. pic.twitter.com/0buyBVste5
— ANI (@ANI) July 18, 2023
મમતા બેનર્જીએ NDAને પડકાર ફેંકતા કહ્યું, “NDA કે BJP, શું તમે ભારત (INDIA) ને પડકારી શકો છો? અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ, અમે સાચા દેશભક્ત છીએ. 2024ની ચૂંટણી માટે યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો સહિત દરેક માટે વિપક્ષી ગઠબંધન INDIAનું નામ આપવામાં આવ્યું છે.
Nitish Kumar hesitant on opposition alliance to be named 'INDIA': Sources
Read @ANI Story | https://t.co/7WgQrHp2Lc#NitishKumar #INDIA #BengaluruOppositionMeet pic.twitter.com/AChTdzAXMF
— ANI Digital (@ani_digital) July 19, 2023
ભાજપ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે, “ભારતને આપત્તિમાંથી બચાવવાનું કામ જનતાનું છે. તમારું કામ દેશના લોકોને બચાવવાનું છે. જો તમારે દેશને બચાવવો હોય તો તમારે ભાજપને હરાવવા પડશે, જે દેશને વેચવાનું કામ કરે છે.”
હવે વિરોધ પક્ષોની આગામી બેઠક મુંબઈમાં યોજાવાની છે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સંકલન માટે 11 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. કમિટીના સભ્યોના નામ મુંબઈમાં જાહેર કરવામાં આવશે.