આટકોટમાં વિદ્યા વિહાર હાઇસ્કુલ માં શિક્ષકો અને ગામના આગેવાનો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોશ્યલ distance અને માસ્ક પહેરીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું સરપંચ લીલાવંતી બેનના હસ્તે,ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ ભારતમાતાનું પૂજન શાળાના ટ્રસ્ટી લાલજી ભાઇ જાડા પ્રિન્સિપાલ નીતાબેન બાલધા આટકોટના પી.એસ.આઇ કે પી મેતા,દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કોરોના વોરિયર્સ કાનપરના ડોક્ટર શ્રદ્ધાબેન વાઘેલાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષક સંજયભાઈ સખીયા અન્ય એક શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું માત્ર ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા જ આ ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલમાં કોરોનાની મહામારી છે ત્યારે લોકો એ પણ આ મુશ્કેલીમાથી બહાર નીકળવું પડશે અને મોઢે માસક રાખવું પડશે સરપંચના હસ્તે,વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.(કરશન બામટા – આટકોટ)
