ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને કઈ IPL ટીમ પોતાના કેમ્પ સમાવવા ન ઈચ્છતી હોય? પણ વિરાટ આ લીગની શરૂઆતથી જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલો છે અને ફ્રેન્ચાઈઝીએ તેને એકવાર પણ છૂટો કર્યો નથી. આની વચ્ચે રાજસ્થાન રૉયલ્સે વિરાટને પોતાની ટીમમાં સમાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આની સાથે જ તેમણે એક શરત પણ મૂકી અસલમાં ટ્વીટર પર એક ફેને વિરાટ કોહલીની તસવીરને ફોટોશોપ કરીને તેને રાજસ્થાન રૉયલ્સની જર્સીમાં ટ્વીટ કરી દીધી. ત્યારબાદ તેણે ‘રૉયલ્સ વેલકમ ધ કિંગ’ (રૉયલ રાજાનું સ્વાગત કરે છે) લખ્યું. પછી આ ફેને વધુ એક ટ્વીટ રાજસ્થાન રૉયલ્સને ટેગ કરતા પૂછ્યું, શું કહેવું છે? રૉયલ્સની ટીમે પણ આના પણ ખૂબ મજા લેતા વાતને આગળ વધારી દીધી. રાજસ્થાન રૉયલ્સે આ ટ્વીટ પર જવાબ આપતા કહ્યું કે, ‘અમે ત્યારે જ રાજી થઈશું જ્યારે મિસ્ટર નેગ્સ તેની સાથે અમારા કેમ્પમાં જોડાઈ જાય.

રૉયલ્સે સામે મિસ્ટર નેગ્સનો ફોટો ફોટોશૉપ કરીને તેને પણ રાજસ્થાન રૉયલ્સની જર્સી પહેરાવીને ટ્વીટ કરી દીધી.
જણાવી દઈએ કે, મિસ્ટર નેગ્સ RCBના ઈનસાઈડર છે, જે ઑફ ધ ફીલ્ડ પ્લેયર્સ સાથે મજેદાર વાતચીતના ઘણા કિસ્સા સામે લઈને આવે છે. તે ખેલાડીઓ સાથે હંમેશાં ફની મૂડમાં રહે છે