કોરોના દર્દીની આજુબાજુ રહેતા લોકોમાં ફફડાટ રાજકોટ માં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હવે રાજકોટ મહાપાલિકાની ટીમે રાજકોટવાસીઓને રામ ભરોસે મૂકી દીધા છે રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સનસીટી હેવન માં મુંબઈ ના વતની રહે છે તેઓએ પોતાનો રિપોર્ટ 9મી ઓગસ્ટ ના દિવસે કરાવેલ અને રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવા છતાં તંત્ર હજુ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી અનેકવાર ફોન કરવા છતાં દર્દી ને રામ ભરોસે મૂકી દેવામાં આવી રહ્યા છે તેના કારણે આજુબાજુ રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે