રાજકોટની મહિલાના બીભત્સ ફોટા-વિડીયો વાઇરલ કરનાર જામનગરના વેપારીની ધરપકડ

94

મૈત્રી સંબંધ તોડી નાખતા રોષે ભરાઈને પતિ-પુત્રોને સેન્ડ કરી દીધા’તા

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટમાં જ રહેતાં 45 વર્ષિય મહિલાની ફરિયાદ પરથી જામનગર પટેલનગરની સાધના કોલોની પાછળ રહેતાં અને બૂટ ચપ્પલનો ધંધો કરતાં હેતલ ઉર્ફ હિતેન હેમતભાઇ ચોૈહાણ નામના મોચી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને ત્રણ સંતાન છે. અગાઉ જામનગર રહેતાં હતાં ત્યારે કુટુંબી સગા હેતલ ઉર્ફ હિતેન ચોૈહાણ સાથે મૈત્રી સંબંધો બંધાયા હતાં. એ દરમિયાન બંનેના સાથેના ફોટા અને વિડીયો હિતેને લીધા હતાં અને પોતના ફોનમાં રાખ્યા હતાં. એકાદ વર્ષથી પોતે રાજકોટ રહેવા આવી ગયા પછી હેતલ સાથેના સંબંધ પુરા કરી નાંખ્યા હતાં. આ વાત તેને પસંદ નહિ આવતા અવાર-નવાર ધમકી આપતો હતો કે જો તું મૈત્રી સંબંધ નહિ રાખ તો તારા બિભ્સ ફોટા અને વિડીયો જે ફોનમાં છે તે વાયરલ કરી નાંખીશ.

આમ છતાં મહિલાએ હિતેનને પોતે સંબંધ નહિ રાખે અને ફોનમાં વાત પણ નહિ કરે તેમ કહી દીધું હતું. આથી તે રોષે ભરાયો હતો અને ગત 25 માર્ચના રોજ તેણે ફોનમાંથી બિભત્સ ફોટા અને વિડીયો મહિલાના પુત્રના મોબાઇલમાં સેન્ડ કરી દીધા હતાં સાથો સાથ ભુંડાબોલી ગાળોનો ઓડિયો પણ મોકલ્યો હતો એ પછી મહિલાના મોટા દિકરા તથા તેણીના પતિના મોબાઇલમાં પણ બિભત્સ ફોટા અને વિડીયો મોકલવાનું ચાલુ કર્યુ હતું. સમાજમાં બદનામી થવાના ડરથી જે તે વખતે ફરિયાદ નોંધાવી ન હતી એ પછી હેતલ ઉર્ફ હિતેને પોતે હિતેન ચોૈહાણ નામે જે ફેસબૂક એકાઉન્ટ ધરાવે છે તેમાં પણ મહિલાના ફોટાઓ અપલોડ કરી દીધા હતાં. અંતે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતાં ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આરોપીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું