કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. નાઇક કોવિડ-૧૯થી સંક્રમિત થયા હોય તેવા મોદી સરકારના ત્રીજા મંત્રી છે. આ પહેલા ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને નેતા હોસ્પિટલમાં જ દાખલ છે.

 નાઇકે ટ્વિટ કરીને કહ્યું, મેં આજે કોવિડ-૧૯ પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ તકલીફ નથી અને આ માટે હોમ આઈસોલેશમાં રહેવાનો ફેંસલો કર્યો છે. તેમણે આગળ લખ્યું, જે લોકો છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવવાની અને જરૂરી સાવધાની રાખવાની સલાહ છે.