માળીયાહાટીનામા છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહેવાના કારણે વૃજમી ડેમ  94 મીટરની ભયજનક સપાટી વટાવી જતા ડેમના બે દરવાજા અર્ધો ફુટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા દુધાળા વાંદરવડ કડાયા સરકડિયા ધણેજ ખોરાસા જળકા ગળુ વિસણવેલ સીમર સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ગામલોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા  સુચના આપવામાં આવી છે  વૃજમી  ડેમ છલકાતા પોરબંદર અને માંગરોળ તાલુકાના લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થય જતા લોકોમાં આનંદની લાગણી ફેલાય છે ત્યારે વ્રજની ડેમ છલકાતા વૃજમી ડેમનો નયનરમ્ય નજારો જોવા લોકો પણ ઉમટી પડ્યા છે
(અનિરુધસિંહ બાબરિયા – કેશોદ)