જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હુસેનાબાદ વડલી પાસે આજે બપોરના સમયે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.

હુસેનાબાદ વડલી પાસે શેપા તરફથી આવતી બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહયા હતા તે દરમિયાન માંગરોળ તરફથી આવતી અને વેરાવળ તરફ જતી ટ્રકના હડફેટે આવી ગઈ હતી જેમાં બાઈક ટ્રક નીચે આવી ગઈ હતી અને ટ્રક ધસડાયો હતો જેમાં બાઈક ચાલક માળિયા તાલુકાના આંબલ ગઢ રેહતા રાજા ભાઈ કાળા ભાઈ વાળા ઉ.વ.60 નું પગ અને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માત થતા જ તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 મારફતે મૃતકને માંગરોળ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઘટના સ્થળે તાત્કાલિક માંગરોળ પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(ઇમરાન બાંગરા – માંગરોળ)