ઇ-પાસપોર્ટ માટે દિલ્હી અને ચેન્નાઇમાં સમર્પિત એકમો સ્થાપિત કરાશે જ્યાંથી દર કલાકે 10,000 થી 20,000 ઇ-પાસપોર્ટ આપવામાં આવશે
ભારત સરકાર આવતા વર્ષથી ઇ-પાસપોર્ટ (E-Passport)જારી કરશે, જેમાં ઇલેક્ટ્રોનિક માઇક્રોપ્રોસેસર (Electronic Microprocessor) લાગેલું હશે. એક રિપોર્ટ અનુસાર સરકારે તેની ટ્રાયલ પણ પૂર્ણ કરી દીધી છે.
સરકારે એક કલાકમાં 20,000 ઇ-પાસપોર્ટ (E-Passport)આપવાની ટ્રાયલ પૂર્ણ કરી દીધી છે. ઇ-પાસપોર્ટ જારી કરવા માટે સરકાર એજન્સીની મદદ લેશે, જે આ માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર(IT Infrastructure)નો વિકાસ કરશે.ઇ-પાસપોર્ટ માટે દિલ્હી અને ચેન્નાઇમાં સમર્પિત એકમો સ્થાપિત કરવામાં આવશે, જ્યાંથી દર કલાકે 10,000 થી 20,000 ઇ-પાસપોર્ટ આપવામાં આવશે.
હાલમાં, ભારત સરકાર બુકલેટના રૂપમાં પાસપોર્ટ જારી કરે છે, જેમાં મુસાફરીની વિગતો વિશેની માહિતી છે. આ પાસપોર્ટમાં પણ સુરક્ષાની તમામ વ્યવસ્થા હોય છે તેમ છતાં પણ તેમાં ફેક પાસપોર્ટના સમાચારો સામે આવતા રહે છે.