કરીના અને સૈફે ફેન્સને આપી મોટી ગુડ ન્યૂઝ, પરિવારમાં જલ્દી આવવાનો છે નાનકડો મહેમાન

કરીના સૈફની બીજી પત્ની છે, સૈફની પહેલી પત્ની અમૃતા સિંહ છે, જેનાથી સૈફને દીકરી સારા અલી ખાન અને દિકરો ઈબ્રાહિમ અલી ખાન છે. કરીનાથી સૈફને એક દિકરો તૈમૂલ અલી ખાન છે અને હવે સૈફે ફેન્સને મોટી ગુડ ન્યૂઝ આપી છે. આજે સૈફની દીકરી સારાનો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર તેણે કરીના ફરી પ્રેગ્નેન્ટ હોવાની ઘોષણા કરી છે. સોશિયલ મીડિયા પર કરીના જ ઈન્સ્ટાગ્રામ યુઝ કરે છે. સૈફ કોઈપણ સોશિયલ મીડિયા પોર્ટલ પર નથી. તો હવે ફેન્સ સોશિયલ મીડિયા પર કરીના અને સૈફને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.