વિશ્વ સિંહ દિવસ પર કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સોશ્યલ ડીસ્ટન્સ રાખી માસ્ક પહેરી આ કાર્યક્રમ યોજાયો હતો

દિવ માં આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાદગી થી ઉજવણી કરવામાં આવી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કોવિડ- ૧૯ ને લીધે સાદગી થી થઈ હતી. સિંહ ના સંરક્ષણ અને સંવર્ધન માટે ઓન લાઈન એપ્સ પર માહિતી લોકો ને આપવામાં આવી રહી છે. જેમાં સિંહ પ્રેમીઓ આ ટેકનીકલ એપ્લિકેશન્સ સાથે જોડાઈ રહ્યા છે અને તેના માધ્યમથી લોકો સુધી સિંહ વિશે માહિતી આપવામાં આવી રહી છે. દિવ માં દર વર્ષે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે સાદાગી થી ઊજવવા ને લીધે વિધાર્થીઓએ ઘરે જ પેન્ટીગ બનાવી ને વોટ્સએપ ના માધ્યમથી આ કાર્યક્રમ સુધી પહોંચાડ્યા હતાં. જેમાં વિધાર્થીઓ એ ઉત્સાહ થી સિંહ બચાવ અંગે ના પેન્ટીંગ બનાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયન કોડિનેટર માનસિંગ બામણીયા દ્વારા ઉપસ્થિત લોકોને સિંહ ના સંરક્ષણ અને સંવર્ધન વિશે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ માં ઉપસ્થિત સિંહ પ્રેમી રમેશ રાવલે પણ સિંહ નાં મૃત્યુ આંક માં વધારો થવા વિશે અને એને અટકાવવા વિશે અને સિંહ દિવસ ની ઉજવણી અને એના મહત્વ બાબત ની જાણકારી આપી હતી. કાર્યક્રમ માં ખાસ અરવિંદ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. ( અહેવાલ : મણીભાઈ ચાંદોરા)