તાપી, ભુજ, ખંભાળિયા. રાજ્યમાં મેઘ મહેર અવિરત વરસી રહી છે. મંગળવારે પણ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં 5 ઇંચ, ઉમરપાડામાં 2.5 ઇંચ, ભુજમાં 3.5 ઇંચ, દેવભુમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3.5 ઇંચ, ખંભાળિયા તથા ભાણવડમાં 3-3 ઇંચ કેશોદમાં 2 ઇંચ, ધરમપુરમાં 2 અને ભાવનગરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત છૂટાછવાયા ઝાપટાં રાજ્યભરમાં પડતાં રહ્યાં હતાં.

ભુજમાં બે કલાકમાં ત્રણ ઇંચ ખાબક્યો, અંજાર અને ગાંધીધામમાં પણ વરસાદ, માંડવીમાં વરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.
ભુજમાં બે કલાકમાં ત્રણ ઇંચ ખાબક્યો, અંજાર અને ગાંધીધામમાં પણ વરસાદ, માંડવીમાં વરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.