છોટા શકીલના શાર્પ શુટરને પકડવા ગયેલી પોલીસ સાથે રાતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા

હિરેન ઉપાધ્યાય એટીએસ અને ક્રાઇમબ્રાંચ દ્વારા રીલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી છોટા શકીલ ગેંગના શાર્પ શુટર ઇરફાનને ઝડપીને પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. તો ઝડપાયેલા શાર્પ શુટરની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. એટીએસના અધિકારીએ જણાવ્યુ કે ગઇકાલે રાતના બાતમી મળી હતી કે છોટા શકીલ ગેંગ સાથે સંકળાયેલા શાર્પ શુટર રીલીફ રોડ પરની હોટલમાં છે. જેના આધારે રાતના દોઢ વાગ્યાના સુમારે એટીએસના આઇજી હિમાશુ શુક્લા, ક્રાઇમબ્રાંચના ડીસીપી દિપેન ભદ્રેન, ડીવાયએસપી કે કે પટેલ અને ડીવાયએસપી ભાવેશ રોઝીયા રુમ નંબર 105 પર પહોંચ્યા હતા. દરવાજો ખખડાવતા રુમમાં રહેલા ઇરફાને કહ્યુ હતુ કે કોણ ત્યારે ડીવાયએસપી ભાવેશ રોઝીયાએ સામે છેડે કહ્યુ કે મહેમાન છીએ.. જેથી ઇરફાન ચાર લોકોને જોઇને ચોંકી ઉઠી હતી અને પણ પોલીસ અધિકારીઓ તેને ધેરી વળ્યા હતા અને બાદમાં પોલીસ હોવાની ઓળખ આપતા યુવકે કમરથી પાછળ હાથ લઇને પિસ્તોલા કાઢીને ભાવેશ રોઝીયા સામે ધરી દેતા, ચોંકી ઉઠેલા ડીવાયએસપી કે કે પટેલે એક પળનો વિલંબ કર્યા વિના ઇરફાનને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો અને આ દરમિયાન એક રાઉન્ડ ગોળી છુટી દિવાલ સાથે અથડાઇ હતી. બાદમાં અધિકારીઓએ ઇરફાનને ઝડ઼પી લીધો હતો. અને તેની તપાસ દરમિયાન બે પિસ્તોલ મળી આવી હતી. જે લોડેડ હતી. આમ, ડીવાયએસપી કે કે પટેલની સતર્કતાથી મોટી ઘટના બનતા અટકી હતી.

ઇરફાને મંગળવારે કમલમની રેકી કરી વિડીયો છોટા શકીલના સાગરિતને મોકલ્યો
અમદાવાદઃ એટીએસના આઇ જી હિમાશુ શુક્લાએ ખાસ ખબર સાથે વાતક કરતા કહ્યુ કે ઇરફાન મુળ મુંબઇના ચેમ્બુરનો રહેવાસી છે અને તે મંગળવારે મુંબઇથી અમદાવાદ બસ દ્વારા આવ્યો હતો અને પોતાના ઓરીજીનલ આધાર કાર્ડને આધારે રુમ બુક કરાવ્યો હતો. બપોરમા સમયે તે ઇકો ગાડીને લઇને ગાંધીનગર કમલમ ખાતે ગયો હતો. જ્યાં રેકી કરીને વિડીયો બનાવીને તેને મુંબઇ મોકલનાર વ્યક્તિ વોટ્સએપ પર મોકલ્યો હતો. તો ઇરફાનના મોબાઇલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યુ હતુ કે ધીસ ઇસ ધ ટારગેટ.. તો તેની મદદ માટે સલમાન નામનો એક વ્યક્તિ પણ મુંબઇથી આવવાનો હતો. ત્યારે પોલીસ માટે સમગ્ર કેસની કડી ઉકેલવામાં મુ્શ્કેલી એ છે કે ઇરફાનને કોલ કરનાર વ્યક્તિ વર્ચ્યુઅલ સીમ કાર્ડ વાપરે છે અને તેણે વોટ્સ એપ કોલ જ કર્યા છે. જેથી તેનું લોકેશન ટ્રેક કરવુ ખુબ જ અધરુ છે. તો ઇરફાન તેને ટીપ આપનારને ઓળખતો નથી. આમ, છોટા શકીલની સંડોવણી સુધી પહોંચતા એટીએસને નાકે દમ આવી જાય તેમ છે. જો કે આ કેસમાં પોલીસ ઇરફાન , સલમાન , તેમને અમદાવાદ મોકલનાર વ્યક્તિ અને છોટા શકીલને આરોપી બતાવીને ફરિયાદ નોંધશે.