ભારત દેશ ને આઝાદ થયા ને ૭૪ માં જન્મદિન ની જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તાર માં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શાનદાર ઉજવણી શહેર ના રાજકીય.સામાજિક.તેમજ શહેરીજનોની હાજરી માં કરવામાં આવી હતી જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નબર ત્રણ ના મહિલા નગર સેવક શરીફા બેન વહાબ ભાઈ કુરેશી.તેમજ યુવા નગર સેવક અસલમ ભાઈ કુરેશી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ ..આ તકે ધારા સભ્ય ભીખાભાઈ જોશી એ સર્વે દેશ વાસી ઓને સ્વતંત્ર પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ બનાવી પ્રવુતિ ને બિરદાવી હતી.જ્યારે વરિષ્ઠ અગ્રણી બટુકભાઈ મકવાણા એ પોતાના ટૂંકા ઉદબોધન માં જણાવેલ કે આ દેશ ને આઝાદ કરાવવામાં હિન્દુ મુસ્લિમો એ પોતાનું ખુન રેડેલ છે આ દેશ કોઈ ચોક્કસ જાતિ કે ધરમ ની જાગીર નથી .રાષ્ટ્રવાદ લોકતંત્ર ધરમ નિરપેક્ષ સમાજવાદ.એકતા અખંડિતતા એ આપણા સહુની જવાબદારી છે.. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ. મનોજ ભાઈ જોશી .જિશાન હાલે પૌત્રાં એડવોકેટ.શહેર ભાજપ ના લલિત ભાઈ સુવાગિયા.ચેતન ભાઈ ગજેરા. મનન ભાઈ અભાણી. સમજુભાઇ સરપંચ.રમેશ ભાઈ બાવળિયા. મુન્ના બાપુ.દાતાર વાળા.સોહેલ સિદ્દીકી. આયશા બેન રુક્સાના બેન દલ સહિત ના એ હાજરી આપી હતી. આ સ્વતંત્ર પર્વ ઉત્સાહ ભેર ઉજવવા નુરભાઇ કુરેશી. કાસમભાઈ જુણેજા.હનીફ ખાન પઠાણ. અલ્તાફ બાપુ કાદરી. રેહાન બાબી.કુંદન ભાઈ લાલવાણી. રુપચંદ ભાઈ. રયીફ ખાન.આશા ભાઈ જુલેલાલ મંદિર સેવક.અશરફ ભાઈ મારફાની.ઈકબાલભાઈ સોડાવાલા રાઠોડ અઝીઝ. અયુબ ભાઈ બેલીમ.બહાદુર ખાન બાબી. ફેસલ મેમણ. સહિત ના એ ભારે જહેમત ઉપાડી હતી.
(હુસેન શાહ – જુનાગઢ)