પ્રેમીને પામવા માટે પત્નીએ જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ..

જસદણના ખાનપર રોડ પર બે દિવસ પહેલા હરેશ સોમાભાઈ કિહલા(૩૨)ની લાશ મળી આવી હતી. અજાણ્યા શખ્સોએ તેને બેરહેમીથી માર મારીને હત્યા કરી લાશ ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસ ખૂદ પત્નીએ પ્રેમી સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે ઐઆવ્યું છે. આ મામલે પોલીસે હત્યારી પત્ની રેખા હરેશભાઈ કિહલા અને પ્રેમી દિનેશ ઉર્ફ મહેશ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, જસદણ શહેરના ખાનપર રોડ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર થી આગળ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ જસદણ પોલીસને થતાં જ જસદણ પોલીસના પીઆઇ વિજય કુમાર જોશી, પીએસઆઇ આર પી કોડીયાતર, રેવાભાઇ વકાતર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ લાશ બાબરા તાલુકાના ખાનપર ગામના કોળી યુવાન હરેશભાઈ સોમાભાઈ કીહલા ઉંમર વર્ષ પાંત્રીસની હોવાનું ખુલ્યું હતું બનાવ સ્થળેથી મૃતકના ચપ્પલ બીડી તૂટી ગયેલો મોબાઈલ વગેરે વસ્તુઓ પોલીસે કબજે કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન અનૈતિક સંબંધની જાણ થઈ જતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.

પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. મૃતક હરેશ ભાઇને આ વતા જાણ થઇ જતાં પોતાના પ્રેમીને પામવા માટે પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ હતું. આમ તપાસ દરમિયાન પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક હરેશે ગામમાં જ પ્રેમ લગ્ન કર્યા હતા અને મૃતકના સંતાનમાં બે બાળકો છે. હરેશ સામે અગાઉ પણ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુના નોંધાયાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાલ આ મામલે પોલીસે હત્યારી પત્ની રેખા હરેશભાઈ કિહલા અને પ્રેમી દિનેશ ઉર્ફ મહેશ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(કરશન બામટા – આટકોટ)