કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરેલ ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પત્રકાર મિત્ર. પોલીસ કર્મચારી અધિકારી, શિક્ષકો વિગેરેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા મા પોલીસ ગ્રાઉન્ડ ખાતે 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગોમાં ચુડા મામલતદાર તેમના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન પૂર્વે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું તેમજ કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરેલ ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારી અધિકારી, શિક્ષકો વિગેરેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં,
હાલ કોરોના વાયરસને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ ધ્વજ વંદન કરવાની સુચનાને લઈ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.

(દિપકસિંહ વાઘેલા – સુરેન્દ્રનગર)