ગોંડલમાં ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજમાં પાણી ભરાતા અને પાણીનો નિકાલ ન થતા આજરોજ ત્યાંથી પસાર થઈ રહેલી ગોંડલ – પાવાગઢ રૂટની એસ.ટી બસ ત્યાં ફસાઈ જતા મુસાફરો દુવિધામાં મુકાયા હતા. આ દરમીયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ બસમાં ફસાયેલા મુસાફરોને જીવના જોખમે બહાર કાઢ્યા હતા. જ્યારે બસને JCB મારફતે બહાર કઢાઈ હતી.