કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

97

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર બુધવાર સાંજે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો. રિપોર્ટ્સ અનુસાર, તેમને તબિયત ખરાબ થતા એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. થોડા જ સમયમાં તેમનું અવસાન થઈ ગયું. કોંગ્રેસના સચિવ (સંચાર) ડૉ વિનીત પુનિયાએ તેમના અવસાનની જાણકારી આપી. સૂચના મેળવ્યા બાદ ભાજપના પ્રવક્ત સંબિત પાત્રાએ પણ શોક વ્યક્ત કર્યો છે.

રાજીવ ત્યાગીને ટીવી જગતમાં પોતાની વાત ખુલીને રજૂ કરવા માટે ઓળખવામાં આવતા હતા. ભાજપના સંબિત પાત્રા સાથે તેમની ઘણી ડિબેટ ખૂબ જ ચડસા-ચડસીમાં બદલાઈ જતી હતી. તે તથ્યપરક વાતોની સાથે-સાથે અનોખા અંદાજમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરવા માટે પણ જાણીતા હતા.