વર્ષોની દુશ્મનીને ભૂલાવીને શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિમંડળ આવનારા સપ્તાહોમાં રોકાણ, પ્રવાસ, સીધી ફ્લાઈટ, સુરક્ષા, દૂરસંચાર અને અન્ય મુદ્દા પર દ્વિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કરશે. બંને દેશોમાં જલદી જ ડિપ્લોમેટ્સ અને એમ્બેસીઓના આદાન-પ્રદાનની આશા રાખવામાં આવી રહી છે. તે ઉપરાંત બંને દેશ અબુધાબીથી તેલ અવીવ સુધી ફ્લાઈટની શરૂઆત પણ કરશે. જેનાથી યુએઈના મુસ્લિમો જેરુસલેમનની ઓલ્ડ સિટીમાં અલ-અક્સા મસ્જિદ જઈ શકશે.ઈઝરાયલ અને યુએઈ કોરોના વાયરસની વેક્સીનના ક્ષેત્રમાં પણ મળીને કામ કરશે. તો, ઈઝરાયલ વેસ્ટ બેંક વિસ્તારમાં કબજાની કાર્યવાહી પર તાત્કાલીક પ્રભાવથી રોક લગાવશે. અમેરિકાએ કહ્યું કે, આ ઐતિહાસિક સ્ટ્રેટેજીક સફળતા મધ્ય પૂર્વ ક્ષેત્રમાં શાંતિને આગળ વધારશે.

આ ડીલને અંજામ સુધી પહોંચાડવામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ સમજૂતી પછી યુએઈ અને ઈઝરાયલની વચ્ચે રાજદ્વારી સંબંધોની નવી શરૂઆત પણ થશે.